Breaking News : અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટમાં થઇ ચોરી, 17.31 લાખની ચાંદીની ચોરી

| Edited By: | Updated on: Mar 20, 2026 | 2:23 PM

Air Indiaની ફ્લાઈટ મારફતે એર કાર્ગોમાં મોકલવામાં આવેલી ચાંદીની લગડીમાંથી એક લગડી ગુમ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માહિતી અનુસાર કુલ 17 લગડી મોકલવામાં આવી હતી, જેમાંથી એક લગડી ગુમ થઈ જતાં વેપારીઓને આશરે રૂ. 17.31 લાખનું નુકસાન થયું છે.

અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્લી જતી ફ્લાઈટમાં ચોરીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. Air Indiaની ફ્લાઈટ મારફતે એર કાર્ગોમાં મોકલવામાં આવેલી ચાંદીની લગડીમાંથી એક લગડી ગુમ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માહિતી અનુસાર કુલ 17 લગડી મોકલવામાં આવી હતી, જેમાંથી એક લગડી ગુમ થઈ જતાં વેપારીઓને આશરે રૂ. 17.31 લાખનું નુકસાન થયું છે.

આ બનાવ બાદ એરપોર્ટ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું છે અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એર કાર્ગો હેન્ડલિંગ દરમિયાન ગડબડ કે ચોરીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એરપોર્ટના CCTV ફૂટેજ તેમજ સંબંધિત સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ એર કાર્ગો સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઊભા થયા છે. વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે કે કિંમતી માલસામાનની હવાઈ માર્ગે મોકલવણી દરમિયાન સુરક્ષા કેટલી મજબૂત છે. પોલીસે જણાવ્યું છે કે ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

Breaking News : ‘ધર્મ’ના નામે ધંધો! આશ્રમની આડમાં કરોડોની કાળી રમત પકડાઈ, જુઓ Video

Follow Us