Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ

| Edited By: | Updated on: Sep 08, 2026 | 12:11 PM

અમદાવાદ એરપોર્ટ પર એક સાથે કસ્ટમ વિભાગના ચાર અધિકારી સામે કાર્યવાહી થયાની આ પ્રથમ ઘટના સામે આવી છે. સોનાની દાણચોરી કરવામાં મદદ કરવા બદલે તમામ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

એરપોર્ટ પરથી ગાંજો સહિતની વસ્તુઓ વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ આજે એક એવા સમાચાર સામે આવ્યા છે. પરંતુ આજે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ કરાયા છે. સોનાની દાણચોરી કરવામાં મદદ કરવા બદ્દલ કાર્યવાહી કરવામાં આવી હતી.2 સુપ્રિન્ટેન્ડેન્ટ અને 2 ઈન્સ્પેક્ટર સામે કાર્વયાહી કરવામાં આવી છે. એક સાથે કસ્ટમ વિભાગના ચાર અધિકારી સામે કાર્યવાહી થયાની આ પ્રથમ ઘટના છે.

4 અધિકારી સસ્પેન્ડ કરાયા

વિદેશી નાગરિકો દાણચોરી કરી રહ્યા હતા. ત્યારે આ મામલે આ અધિકારીઓની સંડવણી હતી. તેમજ તેમને મદદ કરી હોવાની પણ વિગત હાલ સામે આવી રહી છે. એટલા માટે આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલો કિસ્સો છે. જ્યારે એકસાથે 4 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આવું પહેલા ક્યારે પણ બન્યું નથી. જે અધિકારીઓ હજુ પણ આવી દાણીચોરી જેવા કિસ્સામાં સામેલ છે તેના માટે આ એક લાલબતી સમાન કિસ્સો છે. પૈસાની લાલચ મોંઘી પડી શકે છે.

 

 

Breaking News: વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો, 8 મહિનામાં તાવના 45 હજાર કેસ, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.