Breaking News : અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ, એક ઘટનામાં 2 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા

| Edited By: | Updated on: Mar 05, 2026 | 1:15 PM

 ઉનાળો શરુ થતા જ ગુજરાતના  વિવિધ શહેરોમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં ધૂળેટીના તહેવારની ઊજવણી બાદ મોડી રાત્રે આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. એક ઘટના એટલી એવી હતી કે તેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

 ઉનાળો શરુ થતા જ ગુજરાતના  વિવિધ શહેરોમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં ધૂળેટીના તહેવારની ઊજવણી બાદ મોડી રાત્રે આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. એક ઘટના એટલી એવી હતી કે તેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

 અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ સેવ બનાવતી એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને થોડી જ વારમાં આગ નજીક આવેલી અન્ય બે ફેક્ટરીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. આગની આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝ્યા હોવાનું સામે આવ્યું છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ફેક્ટરીની બાજુમાં મન્સૂરીની ચાલી આવેલી હોવાના કારણે ફાયર વિભાગ માટે સ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. એક કંપનીમાંથી બીજી કંપનીમાં આગ ઝડપથી ફેલાતા જો આગ ચાલીમાં ફેલાઈ હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.

મોડી રાત્રે આગ લાગતા ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો. રાત્રે લગભગ 2:23 વાગ્યે કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમની ભારે મહેનત બાદ લગભગ ચાર કલાકની કામગીરી પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હાલમાં આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના વિવિધ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 05, 2026 10:32 AM