Breaking News : સુરતમાં બે વિદ્યાર્થિનીએ ChatGPT પર સર્ચ કરી આપઘાત કર્યો, આ મામલે એલન મસ્કે પણ કર્યું ટ્વિટ

| Edited By: | Updated on: Mar 09, 2026 | 1:19 PM

સુરતમાં બે વિદ્યાર્થિનીએ Chat GPTની મદદ લઈ આપધાત કર્યો છે.સુરતની 18 વર્ષીય અને 20 વર્ષીય બેનપણીએ સ્વામિનારાયણના બાથરૂમમાં એનેથેસિયા ઇન્જેક્શન લઇ આપઘાત કર્યો હતો.

સુરત શહેરના ડીંડોલીમાં બે વિદ્યાર્થિનીએ કરેલા સામૂહિક આપઘાતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.સુરતની ઘટનાની નોંધ એલન મસ્કે પણ લીધી છે. X પર એલન મસ્કે સુરતની ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. બંને બહેનપણીએ Chat GPTના ઉપયોગથી માહિતી મેળવી આપઘાત કર્યો હતો. X પર એક યુઝર દ્વારા સુરતની બે યુવતીએ ચેટ GPT દ્વારા કરેલ આપઘાતની માહિતી શેર કરી

વિશ્વના સૌથી મોટા ઉદ્યોગકાર અને Xના માલિક એલન મસ્કે આ ઘટનાને ગંભીર ગણાવી છે.એલન મસ્કે x પર આ ઘટના અંગે Yikes ( આશ્ચર્ય , ડર, ચોંકાવનારી ઘટના)લખી રિટ્વીટ કર્યું છે.સુરતની 18 વર્ષીય અને 20 વર્ષીય બેનપણીએ સ્વામિનારાયણના બાથરૂમમાં એનેથેસિયા ઇન્જેક્શન લઇ આપઘાત કર્યો હતો.

રોશની શિરશાઠ અને જોસના ચૌધરી બંને વિદ્યાર્થિનીએ સામૂહિક આપઘાત કર્યો હતો. બંને બહેનપણીની આ ઘટનાએ વૈશ્વિક સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે.

 

 

આત્મીય સંસ્કારધામમાંથી 2 વિદ્યાર્થિનીઓનો મૃતદેહ મળ્યો

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ડિંડોલીના આત્મીય સંસ્કારધામમાંથી વિદ્યાર્થીનીઓનો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.ડિંડોલી પોલીસે બંને વિધાર્થિનીઓ વાલીઓના નિવેદન નોંધ્યા હતા.એનેસ્થેસિયાના ઇન્જેક્શન ક્યાંથી ખરીદ્યા તેમજ પ્રિસ્ક્રિપ્શન વિના વિધાર્થિનીઓને ઇન્જેક્શન કોણે અને ક્યાંથી આપ્યા તેની તપાસ કરાઈ હતી. આત્મીય સંસ્કારધામના જવાબદારોની પણ પૂછપરછ થઈ શકે છે. રોશની શિરસાથ અને જોશના ચૌધરીએ આપઘાત કર્યો હતો,આ ઘટના 6 માર્ચે ડીંડોલી વિસ્તારમાં બની હતી.

 

આપઘાત કરતા પહેલાં CHAT GPT પર સર્ચ કર્યું હતું,આપઘાત કઇ રીતે કરવું તેની જાણકારી મેળવી હતી,જે બાદ બંને એ પગલું ભર્યું હતું. બંને વિધાર્થિનીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી.બંને નાનપણથી જ સારા મિત્રો હતા જ્યાં નાનપણથી જોડે જ અભ્યાસ કરતી હતી.હાલ બંને કોલેજના બીકોમ માં પહેલા અને બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી,બંને વિધાર્થિનીઓ એ આપઘાત ક્યાં કારણોસર કર્યો તે કારણ હજી અંકબંધ પોલીસ તપાસમાં આપઘાત પાછળ નું કારણ બહાર આવી શકે તેમજ વધુ તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે.

 

સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. અહી ક્લિક કરો