Breaking News: અમદાવાદના મણિનગરમાં મચ્યો હાહાકાર: ન્યૂ ક્લોથ માર્કેટની 10 દુકાનોમાં ભીષણ આગ

| Edited By: | Updated on: Mar 24, 2026 | 8:32 PM

અમદાવાદના મણિનગર સ્થિત સુમેલ-1 ન્યૂ ક્લોથ માર્કેટમાં આજે અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. શ્વાસ રૂંધાય તેવી સ્થિતિમાં લોકો જીવ બચાવવા ટેરેસ પર દોડી ગયા હતા, જ્યાંથી ફાયર બ્રિગેડની ટીમે 8 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કર્યું છે.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સુમેલ-1 ન્યૂ ક્લોથ માર્કેટના C બ્લોકમાં આજે સવારે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ઇલેક્ટ્રિક ડક્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેણે જોતજોતામાં આસપાસની 10 દુકાનોને પોતાની લપેટમાં લીધી હતી.

આગને કારણે આખા બિલ્ડિંગમાં કાળો ડિબાંગ ધુમાડો ફેલાઈ જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા ટેરેસ તરફ દોડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ટેરેસ પર ફસાયેલા 8 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

India Healthcare Crisis: યુદ્ધના કારણે ‘જીવન રક્ષક’ ગેસની અવગણના, શું ભારત પર મંડરાઈ રહ્યું છે મેડિકલ ઈમરજન્સીનું મોટું જોખમ?

Follow Us