Breaking News: Ahmedabad: સાણંદ GIDCમાં લાગી ભીષણ આગ, IPD વન્ડર પાર્ક કંપનીમાં મોટાપાયે મટિરિયલ બળીને ખાખ!
સાણંદ GIDCમાં આવેલી IPD વન્ડર પાર્ક નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે અમદાવાદ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ સહિત કુલ 8થી વધુ ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.
અમદાવાદ પાસેના સાણંદ GIDCમાં આજે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. GIDCમાં આવેલી IPD વન્ડર પાર્ક નામની કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ સાણંદ અને અમદાવાદ ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આગમાં કંપનીનું કિંમતી મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે, જેના કારણે લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ફાયર વિભાગના જવાનોએ મહામહેનતે આગને વધુ ફેલાતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા પ્રયાસો તેજ કર્યા છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
રોડ અકસ્માતથી બચવા ટાયરની એક્સપાયરી ડેટ તપાસવી છે જરૂરી, 5 વર્ષ પછી કેમ બદલવા જોઈએ ટાયર?
Follow Us