Botad: નહીં મળે પાણી તો મહેનત થાશે ધૂળધાણી, બોટાદમાં વરસાદ પાછો ખેંચાતા કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની રજૂઆત, જુઓ Video

Botad: નહીં મળે પાણી તો મહેનત થાશે ધૂળધાણી, બોટાદમાં વરસાદ પાછો ખેંચાતા કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની રજૂઆત, જુઓ Video

| Edited By: | Updated on: Aug 27, 2023 | 4:56 PM

બોટાદના રાણપુર ગમે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. જોકે આગામી સમયમાં પણ વરસાદના કોઈ એંધાણ નથી. આ સંજોગોમાં જો આગામી 10 દિવસમાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન જશે.

રાજ્યમાં લગભગ છેલ્લા 25 દિવસથી વરસાદ ખેંચાયો છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આ સ્થિતિ બોટાદના રાણપુર તાલુકાની છે. તાલુકામાં આવેલા માલણપુર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદ નહીં આવવાથી પાક સુકાઈ રહ્યો છે.  આ સંજોગોમાં જો આગામી 10 દિવસમાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat Video: કોંગ્રેસના આક્ષેપ પર ઋષિકેશ પટેલનો જવાબ, કહ્યુ-ચૂંટણી આવતા જ ખોટા મુદ્દા લઈ આવે છે

બોટાદ જિલ્લામાં કપાસનું મોટાપ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આંકડા પર નજર કરીએ તો 1 લાખ 49 હેકટર માં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા એક માસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોને હાલ પાણીની તાતી જરૂરિયાત છે. આ સ્થિતિમાં ખેડૂતો તંત્રને નહેરમાં પાણી છોડવા માટે રજૂઆત કરી રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 27, 2023 04:41 PM