Breaking News : લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી, ભાજપના નેતાઓએ હોસ્પિટલ પહોંચી ખબર પૂછ્યા

Breaking News : લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી, ભાજપના નેતાઓએ હોસ્પિટલ પહોંચી ખબર પૂછ્યા

| Edited By: | Updated on: Nov 21, 2026 | 3:50 PM

જસદણના ઈશ્વરિયા ગામે બોલેરો પીકઅપનું ટાયર ફાટતાં વાહન પલટી ગયું. લીલી પરિક્રમા કરી પરત ફરતા આશરે ૧૫ લોકોમાંથી છ ગંભીર અને અન્યને સામાન્ય ઈજા થઈ. તમામ ઈજાગ્રસ્તોને આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઈશ્વરિયા ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લીલી પરિક્રમા કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો પીકઅપનું ટાયર અચાનક ફાટતાં વાહન પલટી ગયું હતું. આ ઘટનામાં વાહનમાં સવાર આશરે ૧૫ લોકોમાંથી છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય કેટલાકને સામાન્ય ઈજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે આટકોટ ખાતે આવેલી કેડી પરવાડિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજકીય નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને જરૂરી મદદની ખાતરી આપી હતી. હાલ તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી અંગે ‘મોટો નિર્ણય’, હવે મંજૂરી ફરજિયાત 

Follow Us
Loading...
Unable to load recommendations.