AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: લુણેજ પાસેની ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત

Anand: લુણેજ પાસેની ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 11:39 AM
Share

સમગ્ર ઘટનામાં પાંચ કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી બે લોકો ખંભાતની (Khambhat) ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ અન્ય બેથી ત્રણ લોકો છે તેમની હાલમાં કરમસદ મેડિકલ હોસ્પિટલમાં (Karamsad Medical Hospital) સારવાર ચાલી રહ્યી છે.

આણંદ (Anand) જિલ્લાના ખંભાત તાલુકાના લુણેજ પાસે ટેક્નિકેમ ઓર્ગેનિક પ્રા.લી. કંપનીમાં બ્લાસ્ટ (blast) થયો છે. અધિકારીના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે ઓઇલ ગરમ અને ઠંડુ કરવાનું જે બોઇલર આવે છે તેની અંદર લાઇન લીક થવાના કારણે બોઇલરનો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થવાથી આગ લાગી ગઇ હતી. જેના કારણે કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. બીજી તરફ ભોગ બનનારા લોકોના જણાવ્યા પ્રમાણે કંપનીમાં મોટો ધડાકો થયો હતો. જે બોઇલર બ્લાસ્ટ (Boiler blast) હોઇ શકે છે અને તેના કારણે તેઓ દાઝ્યા છે.

સમગ્ર ઘટનામાં પાંચ કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી બે લોકો ખંભાતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ અન્ય બેથી ત્રણ લોકો છે તેમની હાલમાં કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહ્યી છે. TV9 ગુજરાતી દ્વારા સમગ્ર ઘટના મામલે જ્યારે કંપનીના માલિક અનીલભાઇ સાથે જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અનીલભાઇએ તેમને આ અંગેની કોઇ જાણકારી ન હોવાની માહિતી આપી હતી. બીજી તરફ કંપનીના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ કે માત્ર સામાન્ય લાઇન લીક હોવાના કારણે આ ઘટના બની છે.

સમગ્ર ગંભીર ઘટનાને લઇને હવે તંત્ર ઉપર સવાલો ઊભા થઇ રહ્યા છે સાથે જ અનેક આક્ષેપો પણ થઇ રહ્યા છે. ખંભાત વિસ્તારમાં જેટલી પણ કેમિકલની ફેક્ટરી આવેલી છે, તેમાં ઘણી બધી આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તેમ છતા તંત્રના અધિકારીઓ દ્વારા સાવચેતી રૂપ કોઇ કામગીરી કરવામાં આવતી નથી. કંપનીની અંદર કામ કરતા જે શ્રમિકો હોય છે તેમને સુરક્ષાના કોઇ સાધનો આપવામાં નથી આવતા અને તેના જ કારણે તેઓ આવી ઘટનાનો ભોગ બનતા હોવાનો આક્ષેપ થઇ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">