Anand: ખેડા જિલ્લામાં બન્યા અનોખા ગણેશ મંડપ, ગણેશ મહોત્સવની થીમ બની આકર્ષણનું કેન્દ્ર
Theme of Ganesh festival: ચરોતરના આણંદ ખેડા જિલ્લામાં જુદા જુદા સ્થળો પર ગણેશ મહોત્સવની થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આખા જીલ્લામાં અનોખા ગણેશ મહોત્સવની થીમ જોવા મળી છે.

Theme of Ganesh festivalImage Credit source: TV9 gfx
- બોરસદના બ્રાહ્મણવાડામાં યુવક મંડળ દ્વારા 40 વર્ષથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને ચાલુ વર્ષે ભાવનગરી માટીમાંથી ગણેશ સ્થાપન કરવામાં આવેલ છે અને આ મૂર્તિમા ભાવનગરી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે . જેનો ખર્ચ 10 હજાર રૂપિયા જેટલો થયો છે અને 15 યુવકોએ એક અઠવાડિયાની મહેનત રૂદ્રપ્રિય કેદારનાથ દર્શનની થીમ બનાવી છે.
- ખેડા જિલ્લાના નડિયાદમાં કુંભારવાડામાં રહેતા યુવકો દ્વારા ગણેશજીની વિશેષ થીમ બનાવી છે . જેમાં ભગવાન ગણેશ માટીના વાસણો ઘડતા નજરે પડે છે . આ મૂર્તિ તૈયાર કરવામાં યુવકોએ 25 હજાર રૂપિયા ખર્ચ કર્યા છે.
- મોગર પાસે આવેલ સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત વ્રજભૂમિ સ્કૂલ પરિસરમાં ગણેશ સ્થાપન તો કરવામાં આવ્યું છે. પણ આ મૂર્તિ કોઈ માટી કે POP માંથી નહિ પણ કેમ્પસમાં આવેલા લીમડાના વૃક્ષમાં બનાવવામાં આવી છે. પર્યાવરણ બચાવવા અને વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓ બહાર લાવવા 1 મહિનાની મહેનત બાદ કુદરતી કલરોનો ઉપયોગ કરી ગણેશ પ્રતિમા લીમડાના વૃક્ષના થડમાં બનાવવામાં આવી છે.
- આણંદજિલ્લામાં સેતુ ટ્રસ્ટ, વિદ્યાનગર અને આયોજિત ગણેશ મહોત્સવમાં અનોખા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેની અનોખી થીમ ચરોતરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાગરિકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમજ પર્યાવરણને બચાવો થીમ પર ગણેશ મંડપ શણગારવામાં આવ્યો છે અને #SaveSoil #SaveWater #SaveTrees #SaveEarthનો આપ્યો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે.
- વિદ્યાનગરમાં આવેલ સ્ટ્રાઇકર પરિવાર જેના સભ્યો ધોરણ 1માં અભ્યાસ કરતા ભૂલકાઓથી લઇ કોલેજોમાં અભ્યાસ કરાવતા અધ્યાપકો સભ્યો છે. tv 9 ના છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતા મારા ગણેશ માટીના ગણેશ મુહિમથી પ્રેરણા લઈ, આ ગ્રુપ દ્વારા વર્ષોથી માટીના ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ ગ્રુપ દ્વારા 500 કિલો શુદ્ધ ચીકણી માટીમાંથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે.આટલી વિશાળ પ્રતિમાનું સ્થાપન કર્યા બાદ 24 કલાક મંડપમાં સ્વયંસેવકો મૂર્તિ પર જરૂર સમયે પાણીનો ફુવારો અને પીંછીથી તિરાડો ભરે છે.




