કાળા જાદુ પર લાગશે રોક, વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર

|

Aug 21, 2024 | 7:23 PM

બિલ લાવવાનું મુખ્ય હેતુ સમાજમાં અજ્ઞાનતાના કારણે ફૂલી-ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથા સામે સામાન્ય લોકોને રક્ષણ આપવાનો છે. સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને લેભાગુઓ દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ અટકાવવા આ બિલ લાવવામાં આવ્યું છે.

કાળા જાદુ અને અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુથી સરકાર દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે વિધેયક-2024 નામથી ગૃહવિભાગ દ્વારા તૈયાર કરાયેલું બિલ આજે વિધાનસભામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જે ચર્ચાના અંતે સર્વાનુમતે પાસ થયું છે.

બિલ લાવવાનું મુખ્ય હેતુ સમાજમાં અજ્ઞાનતાના કારણે ફૂલી-ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથા સામે સામાન્ય લોકોને રક્ષણ આપવાનો છે. સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને લેભાગુઓ દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ અટકાવવા આ બિલ લાવવામાં આવ્યું છે.

કોઇપણ વ્યક્તિ પોતે અથવા બીજી કોઇ વ્યક્તિ મારફતે કાળા જાદુનો પ્રચાર કરી શકશે નહિ અથવા વ્યવસાય કરી શકશે નહીં. જો આ પ્રકારની ફરિયાદ મળશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અધિનિયમની જોગવાઇઓ હેઠળ દોષિત વ્યક્તિને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત 5 હજાર રૂપિયાથી 50 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

Next Video