BJP’s Mission 26: પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લા અનુસાર કમલ ખાતે રાજ્ય સ્તરીય બેઠક શરૂ કરી

|

May 08, 2023 | 4:52 PM

લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા વાઇસ કમલમ પર બેઠકો યોજાશે. આજે અમદાવાદ,સાબરકાંઠા, પાટણ ના અપેક્ષિત કાર્યકર્તાઓ ની બેઠક ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર ની અધ્યક્ષતામાં મળી

લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી ચૂંટણી જીતવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આ તૈયારીઓના ભાગ રૂપે ભાજપની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. કામલમ ખાતે એક બાદ એક બેઠકો બોલાવવામાં આવી રહી છે. મહત્વનુ છે કે આગામી સમયમ જિલ્લા વાઇસ પણ બેઠકો ભાજપા દ્વારા કરવામાં આવશે. અમદાવાદ, સાબરકાંઠા, પાટણના અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક પણ કમલમ ખાતે બોલાવવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠકોનો દોર શરૂ થયો છે.

આ પણ વાંચો : પાલડીમાં ACના વધુ વપરાશના કારણે લોડ વધવાથી ઈલેક્ટ્રીક મીટરમાં શોર્ટસર્કિટ, 12 ટુ-વ્હીલર બળીને ખાખ, જુઓ Video

આગામી લોક્સભાની ચૂટણીને લઈ કોઈ કચાસ નહીં છૂટે તેને ધ્યાને રાખી ભાજપ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને યોજનાના કેટલા લાભાર્થીઓને લાભ મળ્યા છે કયા ક્યાં લાભો મળ્યા છે. તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લાના નબળા બુથ, કેન્દ્રો ઉપર સરકારની વિકાસની વાત સાથે સોશિયલ મીડિયા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં કરાઇ. આગામી સમયમાં રિવ્યુ બેઠક માટે કોઈ જિલ્લો બાકી નહીં રહે તે પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવશે.

Next Video