Gujarat : ચૂંટણી પહેલા પાર્ટીઓનું મનોમંથન, જયપુરમાં BJP યોજાશે પદાધિકારીઓની બેઠક

જયપુરમાં 19 થી 21 મે દરમિયાન યોજાનારી ભાજપની બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠકમાં વિધાનસભાની આગામી ચૂંટણી (Assembly Election) અને લોકસભાની ચૂંટણીની રણનીતિને લઈને મનોમંથન કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 9:46 AM

Gujarat Election : ભારતીય જનતા પાર્ટી (BJP)એ જયપુરમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની ત્રણ દિવસીય બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક 19, 20 અને 21 મેના રોજ યોજાશે. મળતી માહિતી મુજબ 19 મેના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા જયપુર (Jaipur)પહોંચી જશે અને સાંજે 6 વાગ્યે તેઓ પાર્ટીના મહાસચિવો સાથે બેઠક કરશે. ઉપરાંત મળતી માહિતી મુજબ 20 મેના રોજજેપી નડ્ડા રાજ્યોના(BJP chief JP Nadda) સંગઠન મંત્રીઓ સાથે બેઠક કરશે. જ્યારે 21 મેના રોજ તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો, પાર્ટીના પદાધિકારીઓ, સંગઠન મંત્રીઓ સાથે સંયુક્ત સત્ર યોજાશે.

ભાજપની આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી અને 2024માં લોકસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.

આ બેઠકમાં જેપી નડ્ડા ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજરી આપશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં ભાગ લેશે.

જેમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણી અંગે ચર્ચા થશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી દ્વારા તેના સંગઠનને મજબૂત કરવા માટે લેવામાં આવેલી પહેલો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ટૂંક સમયમાં યોજાનારી રાજ્યોમાં ચૂંટણીની તૈયારીને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં એક વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની રણનીતિને લઈને બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">