લોકસભાની ચૂંટણીને લઇ ભાજપના 26 કાર્યાલયનું ઉદ્ધાટન થયુ, જે પી નડ્ડાએ કહ્યું- ભાજપ તમામ રીતે અગ્રેસર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપ ફરી એકવાર 26 બેઠકો મેળવીને જીતની હેટ્રિક મારશે.2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ જૂના રેકોર્ડ તોડી નવો કિર્તિમાન સ્થાપશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કાર્યાલયના ઉદ્ધાટન બાદ તેમણે આ નિવેદન આપ્યું છે.
લોકસભાની કુલ 26 જેટલી બેઠકો કબ્જે કરવા ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગુજરાત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ચૂંટણી કાર્યાલય સહિત 26 કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેમણે ભાજપના તમામ 26 સાંસદોના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપ ફરી એકવાર 26 બેઠકો મેળવીને જીતની હેટ્રિક મારશે. ભાજપ તમામ રીતે અગ્રેસર 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ જૂના રેકોર્ડ તોડી નવો કિર્તિમાન સ્થાપશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કાર્યાલયના ઉદ્ધાટન બાદ તેમણે આ નિવેદન આપ્યું છે. તેઓએ આશાવાદ રજૂ કર્યો કે ગુજરાતની જનતા ફરી એકવાર PM મોદીને પોતાના આશીર્વાદ આપશે અને 26 બેઠકો જીતાડવામાં મદદરૂપ થશે.
જે.પી.નડ્ડાના વિશ્વાસને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહોર લગાવી અને કાર્યકરોને રાજ્યની 26 લોકસભા બેઠકો જીતાડવાનું આહવાન કર્યું. સાથે જ ભૂપેન્દ્ર પટેલે જે.પી.નડ્ડાને 26 બેઠકો જીતાડી આપવાનો વાયદો પણ કર્યો. એટલું જ નહીં કાર્યકરોને પણ વાયબ્રન્ટ રહેવા CM પટેલે અપીલ કરી. તો ઉમેદવાર પહેલા કાર્યાલયની શરૂઆત મુદ્દે જે પી નડ્ડાએ સૂચક નિવેદન આપ્યું. નડ્ડાએ કહ્યું કે ભાજપ માટે પાર્ટી જ સર્વોપરી છે, તેઓએ લોકસભાની રણનીતિ વિશે પણ મહત્વની વાત કરી હતી.
આ પણ વાંચો- સુરત : ભાંડુત ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા.
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
