Breaking News : મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર, કાર્યની ગુણવત્તા અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

Breaking News : મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર, કાર્યની ગુણવત્તા અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

| Updated on: Sep 27, 2026 | 3:01 PM

નર્મદાના રાજપીપળામાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર, કાર્યની ગુણવત્તા અને પક્ષ શિસ્તના મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે ભાજપમાં રહીને અન્ય પક્ષોને મદદ કરનારાઓને ચેતવણી આપી.

નર્મદાના રાજપીપળામાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર, કાર્યની ગુણવત્તા અને પક્ષ શિસ્તના મુદ્દે ગંભીર નિવેદનો કર્યા હતા. તેમણે પાર્ટીમાં રહીને અન્ય રાજકીય પક્ષો, જેમ કે આમ આદમી પાર્ટી (AAP) કે કોંગ્રેસને મદદ કરનારા કાર્યકરોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપમાં રહીને આવી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.

સાંસદ વસાવાએ ભ્રષ્ટાચાર આચરનારા લોકો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને આવા તત્વોથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે સત્તામાં રહેલા લોકો પણ હપ્તા લેતા હોય છે. આ ઉપરાંત, તેમણે પ્રજાના કામોમાં ચાલતી લોલમલોલ અને ગુણવત્તા વગરના કામો પર પણ નિશાન સાધ્યું હતું, અને કહ્યું હતું કે હલકી ગુણવત્તાવાળા કામો ચલાવી લેવાશે નહીં.

વસાવાએ ભાજપને ઊભું કરવા માટે અનેક લોકોએ કરેલા પરિશ્રમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પારદર્શક વહીવટ અને મૂલ્ય આધારિત રાજનીતિની વાત કરે છે. તેથી, પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતોને જાળવી રાખીને પારદર્શક વહીવટ આપવો અનિવાર્ય છે.

આ 3 તિથિઓ પર જરૂર કરજો શ્રાદ્ધ, પિતૃ માટે ખાસ છે આ 3 દિવસ

Follow Us
Loading...
Unable to load recommendations.