રાજકોટના બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય, ભારતીય કિસાન સંઘે હાર સ્વીકારી
રાજકોટના બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેપારી પેનલમાં ભાજપ સમર્થિત 3 અને કૉંગ્રેસ પ્રેરિત એક ઉમેદવારનો વિજય થયો છે. વેપારી વિકાસ પેનલના ઉમેદવાર અતુલ કામાણી વિજયી બન્યા છે.
રાજકોટના બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ જીતી ગઇ તો ભારતીય કિસાન સંઘની હાર થઇ. ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાને 1300 માંથી 179 મત જ મળ્યા. ત્યારબાદ ભારતીય કિસાન સંઘે ચૂંટણીમાં હાર સ્વીકારી લીધી છે.
રાજકોટના બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેપારી પેનલમાં ભાજપ સમર્થિત 3 અને કૉંગ્રેસ પ્રેરિત એક ઉમેદવારનો વિજય થયો છે. વેપારી વિકાસ પેનલના ઉમેદવાર અતુલ કામાણી વિજયી બન્યા છે. તો બીજી તરફ વેપારી હિતરક્ષક સમિતિના ઉમેદવાર રજનીશ રવેસિયા, દિલીપ પનારા અને સંદિપ લાખાણીનો વિજય થયો છે. જોકે વેપારી વિકાસ પેનલના ઉમેદવાર કિશોર દોંગા 1 મતથી હારી જતા તેમણે ફેરમતગણતરીની માંગ કરી છે. તો બીજીતરફ મતગણતરી સ્થળે આવેલા પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે પહેલેથી ખબર હતી કે જીત ભાજપ પ્રેરિત પેનલની જ થવાની છે.
સહકારી ક્ષેત્રની અગ્રિમ રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ખેતી વિભાગની 10 અને વેપારી વિભાગની 4 સહિત 14 બેઠક માટે ગઈકાલે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યાર્ડ ખાતે મતદાન પ્રક્રિયા કરવામાં હતી, જેમાં ખેડૂત વિભાગમાં 95.41 ટકા અને વેપારી વિભાગમાં 94.91 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી માર્કેટ યાર્ડ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી.
આ પણ વાંચો : બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ, SP સ્વામીને તડીપાર કરવાના હુકમને હાઇકોર્ટે રદ કર્યો
આ પણ વાંચો : Navratri 2021: નવરાત્રીમાં દેવીના આવાહન પૂર્વે શું કરશો ખાસ તૈયારી? જાણો નવરાત્રીની પૂજન સામગ્રીનું મહત્વ