બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ, SP સ્વામીને તડીપાર કરવાના હુકમને હાઇકોર્ટે રદ કર્યો

એસપી સ્વામીએ જણાવ્યું કે હાઇકોર્ટે ઓર્ડરમાં સ્પષ્ટ કહ્યું કે સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરાયો છે. આવું ઇલેક્શન કરી 13 હજાર વોટના ખોટા નામ ઉમેર્યા. તો અરજી કરી તેનું બેગ્રાઉન્ડ બનાવી. એલિગેશન કરી કેસ કર્યો. જેમાં હાઇકોર્ટે રાહત આપી.

બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ, SP સ્વામીને તડીપાર કરવાના હુકમને હાઇકોર્ટે રદ કર્યો
Controversy over Gadha Swaminarayan temple in Botad, High Court quashes order to deport SP Swami
Darshal Raval

| Edited By: Nakulsinh Gohil

Oct 06, 2021 | 8:32 PM

બોટાદ મંદિરના જાણીતા એસપી સ્વામી છેલ્લા ઘણા સમયથી હાઇકોર્ટથી ઘેરાયેલા હતા. તેમજ બોટાદમાંથી તેઓને તડીપાર કરવામાં આવ્યા હતા. જે કેસમાં થોડા પહેલા હાઇકોર્ટ દ્વારા તડીપારના કેસમાં સ્ટે મુકવામાં આવ્યો હતો. જે કેસમાં 1 ઓક્ટોબરે એસપી સ્વામીને તડીપારમાંથી રાહત આપી તડીપારનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. જેનો ઓર્ડર મળતા આજે એસપી સ્વામીએ પ્રેસ કોંફરન્સ રાખી જાહેરાત કરી હતી.

પ્રેસ કોંફરન્સ કરી જાહેરાત કરતા એસપી સ્વામીએ જણાવ્યું કે. હાઇકોર્ટે તેમનો તડીપારનો ઓર્ડર રદ કર્યા. જેનાથી ધાર્મિક જગતના સાધુ તરીકે તેઓને આનંદ છે. અને એટલા માટે કે ભગવા વસ્ત્ર પહેર્યાં છે અને તેમની ગરીમા આ ઓર્ડર રદ કરતા જળવાઈ છે. એસપી સ્વામી સાથે ઘનશ્યામ સ્વામીની સામેનો તડીપારનો હુકમ પણ રદ્દ કરવામાં આવ્યો છે.

સાથે જ એસપી સ્વામીએ જણાવ્યું કે હાઇકોર્ટે ઓર્ડરમાં સ્પષ્ટ કહ્યું કે સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરાયો છે. આવું ઇલેક્શન કરી 13 હજાર વોટના ખોટા નામ ઉમેર્યા. તો અરજી કરી તેનું બેગ્રાઉન્ડ બનાવી. એલિગેશન કરી કેસ કર્યો. જેમાં હાઇકોર્ટે રાહત આપી.

હાઇકોર્ટે ત્યાં સુધી લખ્યું કે પોલીસ તંત્ર અને અન્યના દબાણમાં આવી જિલ્લા પ્રશાસને ખોટી રીતે તેઓને તડીપાર કર્યા. તેમજ એસપી સ્વામીએ જણાવ્યું કે ક્યાં શુ ચાલે એ મને ખબર છે. ગઢડા મંદિરનું ઇલેક્શન કરી સામેના પક્ષના ખોટી રીતે બેસ્યા રૂપાણી સરકારમાં. તેમજ સરકારી મશીનરી દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો. તેમાં હાઇકોર્ટમાં અરજી કરી.

વધુમાં તેમણે જણાવ્યું કે ટ્રસ્ટના ચેરમેનને લાફો મારી બહાર કાઢી મૂકે એ કેવી ઘટના. જેની રૂપાણી સરકારમાં જાણ કરી પણ કઈ થયું નહિ. અને ભુપેન્દ્ર પટેલ આવ્યા છે અમને વિશ્વાસ છે જે અન્યાય થયો છે તેમાં ન્યાય મળશે. કેમ કે અમે ભગવો પહેરીએ છે કોઈ ખોટું નહિ કરીએ. ખુલેઆમ આવી સંસ્કૃતિના મૂલ્યો સ્થપાય તે કામ કરીએ છીએ. ખોટી રીતે ઓર્ડર પાસ કરાવે તેની સામે લડીએ છીએ.

હાઇકોર્ટએ પોતાના ઓર્ડરમાં નોંધ્યું છે કે. તંત્રનો ખોટો ઉપયોગ કરી તડીપાર કરાયા હતા. આ ઓર્ડર રદ કર્યા તે નિર્ણય થી આનંદ છે અને સાધુમાં વિશ્વાસ જાગ્યો છે. સાથે જ જણાવ્યું કે હિન્દુત્વના કાર્યમાં આગળ વધીશું. ધર્મકાર્યનો વિકાસ એટલે બિલ્ડીંગ બાંધવી નહિ તમામ બાબતો ધ્યાને રાખી કામ કરીશું. તેમજ સંતો સાથે અન્યાય કરવામાં આવ્યો તેમાં તડીપારનો નિર્ણય કરવામાં આવ્યો, જેને હાઇકોર્ટે રદ કર્યો. જેથી એસપી સ્વામીએ હાઇકોર્ટનો આભાર માન્યો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati