Breaking News : ભાજપ સાથેની બેઠક અનિર્ણાયક, પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સંકલન સમિતિ માગ યથાવત

Breaking News : ભાજપ સાથેની બેઠક અનિર્ણાયક, પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સંકલન સમિતિ માગ યથાવત

| Edited By: | Updated on: Apr 03, 2024 | 5:05 PM

પરશોત્તમ રુપાલાના વાંધાજનક ટિપ્પણીના પગલે રાજ્યમાં રોષ જોવા મળ્યો છે. જેના પગલે આજે ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં કોઈ પણ પ્રકારનું સમાધાન સધાયું નથી

પરશોત્તમ રુપાલાના વાંધાજનક ટિપ્પણીના પગલે રાજ્યમાં રોષ જોવા મળ્યો છે. જેના પગલે આજે ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં કોઈ પણ પ્રકારનું સમાધાન સધાયું નથી. જેમાં પ્રદેશ અધ્યક્ષે પણ મોટુ મન રાખીને માફ કરવા વિનંતી કરી હતી. પરંતુ ક્ષત્રિય સમાજના તમામ લોકોની એક જ માગ કરવામાં આવી રહી છે. પાર્ટી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે. આ વિષય અંગે બીજી કોઈ બેઠક નહિં થાય તેવી પણ વાત કરી છે.

કરણસિંહે આપ્યુ નિવેદન

ક્ષત્રિય સમાજના કન્વિનર કરણસિંહે બેઠક પર જણાવ્યુ કે રાજકોટનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન કરવા માગતા નથી. કરણસિંહે કહ્યુ કે જ્યાં સુધી પરશોત્તમ રુપાલાની ઉમેદવારી રદ નહી થાય ત્યાં સુધી સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રખાશે. સરકારને કટાક્ષ કરતા જણાવ્યુ કે પરશોત્તમ રુપાલા મહત્ત્વના છે કે 22 કરોડ ક્ષત્રિયો મહત્વના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો