હરિધામ સોખડામાં ગાદી વિવાદ અને ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસના વિવાદ વચ્ચે ઉજવાશે હરિપ્રસાદ સ્વામીની જન્મ જયંતિ

ભવ્ય ઉજવણી માટે મંદિર નજીક સો ફુટ બાય 60 ફુટનો વિશાળ સ્ટેજ તૈયાર કરાયો છે. જ્યાં ઠાકોરજીની પધરામણી કરાશે. આ કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપ સ્વામી સહિત અનેક સંતો-મહંતોની હાજરી હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 3:03 PM

ગાદી વિવાદ અને ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસના વિવાદ વચ્ચે હરિધામ સોખડામાં ઉજવાશે હરિપ્રસાદ સ્વામીની જન્મ જયંતિ. પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના 88મા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના માટે મંદિરના સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ પણ કરી દેવામાં આવી છે. 11મી મેના દિવસે થનાર જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીમાં દેશ-વિદેશના હરિભક્તો જોડાશે. મહત્વપૂર્ણ છે કે વૈશાખ સુદ દશમનો દિવસે અક્ષરવાસી હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે.

ત્યારે 88મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે સોખડામાં થનારી ઉજવણી પર નજર કરીએ તો હરિપ્રસાદ સ્વામીને પ્રિય એવા શ્રીમદ ભગવદ ગીતાના પાઠ અને યજ્ઞ કરાશે. તો 88મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે 88 જોડાઓ યજ્ઞમાં આહૂતિ આપશે. આ યજ્ઞનો હેતુ વિશ્વમાં શાંતિ સ્થપાય તેવો છે. તો ભવ્ય ઉજવણી માટે મંદિર નજીક સો ફુટ બાય 60 ફુટનો વિશાળ સ્ટેજ તૈયાર કરાયો છે. જ્યાં ઠાકોરજીની પધરામણી કરાશે. આ કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપ સ્વામી સહિત અનેક સંતો-મહંતોની હાજરી હશે. તો દેશ-વિદેશથી આવતા હરિભક્તો માટે પાર્કિગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જન્મ જયંતિ મહોત્સવમાં દેશ-વિદેશના 50 હજાર હરિભક્તો જોડાય તેવો દાવો કરાયો છે.

મહત્વપૂર્ણ છે કે પાછલા લાંબા સમયથી સોખડાના સંતો ચર્ચામાં છે. ગાદી અને સંપત્તિનો વિવાદ ચરમસીમા પહોંચ્યો છે. તો સમગ્ર વિવાદ હાઇકોર્ટમાં છે. બીજી તરફ ગુણાતીત સ્વામીના અપમૃત્યુનો વિવાદ પણ ચાલી જ રહ્યો છે. આવા સમયે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા કરાયેલ આયોજન શક્તિપ્રદર્શનનો પણ ભાગ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">