Navsari: બીલીમોરા પાલિકા-સોમનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે જમીન વિવાદ, રિઝર્વ પ્લોટનો મુદો પહોંચ્યો હાઈકોર્ટમાં, જુઓ Video
નવસારીની બીલીમોરા પાલિકા અને સોમનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે જમીન વિવાદ વકાર્યો છે. મહત્વનુ છે કે રિઝર્વ પ્લોટનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જમીન વિવાદને પગલે પાલિકાએ શ્રાવણ માસના મેળામાં 31 લાખ જેટલી રકમ ગુમાવવી પડશે
નવસારીમાં બીલીમોરા પાલિકા અને સોમનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચેનો રિઝર્વ પ્લોટનો વિવાદ હવે ચરમ સીમા પર પહોંચી ગયો છે. સોમનાથ મંદિરની બાજુની વિશાળ જગ્યાનો પ્લોટ બીલીમોરા પાલિકાએ રિઝર્વેશનમાં મૂકી તેનો કબ્જો મેળવશે. જેને લઇ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો. હાઇકોર્ટે આપેલો સ્ટે હજી પણ યથાવત છે. આગામી 17 ઓગસ્ટ વધુ સુનાવણી થશે.
આ પણ વાંચો : દેશપ્રેમ વ્યક્ત કરવા અવાજ હોવો જરૂરી નથી, અહીં સાઇન લેંગ્વેજ વડે બાળકો ગાય છે રાષ્ટ્રગીત, જુઓ Video
હાલ સુધીમાં આ જમીન વિવાદને લઈને ત્રણ વખત તારીખ પડી છે. જમીન વિવાદના કારણે પાલિકાને શ્રાવણ માસના મેળામાં 31 લાખ જેટલી મોટી રકમ ગુમાવી પડશે. બીલીમોરામાં આવેલું ઐતિહાસિક સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફરી ખુલ્લા પ્લોટને લઈને વિવાદ શરૂ થયો છે.
આગામી 17 ઓગસ્ટના રોજ શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે જે દરમિયાન આ તમામ વિવાદને લઈને શું પરિસ્થિતિ રહેશે તે હવે જોવું રહ્યું. મહત્વનું છે કે હવે તમામ લોકોની નજર હાઇકોર્ટની સુનાવણી ઉપર ટકી છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો