Breaking News: હવે અમદાવાદથી સીધા જઇ શકાશે અક્ષરધામ અને મહાત્મા મંદિર, ગાંધીનગરમાં PM મોદીએ નવા મેટ્રો સ્ટેશનનું કર્યુ લોકાર્પણ – જુઓ Video

Breaking News: હવે અમદાવાદથી સીધા જઇ શકાશે અક્ષરધામ અને મહાત્મા મંદિર, ગાંધીનગરમાં PM મોદીએ નવા મેટ્રો સ્ટેશનનું કર્યુ લોકાર્પણ – જુઓ Video

| Edited By: | Updated on: Jan 11, 2026 | 7:39 PM

ગાંધીનગરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મેટ્રો ફેઝ-2 અંતર્ગત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાના ફેઝ 2 અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અંતિમ રૂટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેનો લાભ હજારો મુસાફરોને મળી રહેશે. 5.36 કિલોમીટર લાંબા આ વિસ્તૃત કોરિડોર પર 5 નવા સ્ટેશન પણ આજથી કાર્યરત થયા છે. આમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.

આ વિસ્તરણને કારણે ગાંધીનગરના 20 જેટલા સેક્ટર અને આસપાસના ગામડાઓના રહીશોની સાથે સાથે પ્રવાસીઓને પણ મોટો ફાયદો થશે. હવે અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે.

આ લોકાર્પણ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર એમ બંને શહેરો વચ્ચે જાહેર પરિવહન સેવા વધુ સુદ્રઢ અને ઝડપી બનશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિકસિત આ નેટવર્ક હવે કુલ 68 કિલોમીટરની લંબાઈ અને 54 સ્ટેશનોને આવરી લેશે.

આ રૂટ ખાસ કરીને ગાંધીનગરના જૂના સચિવાલય સંકુલ અને સેક્ટર-16 માં આવેલી આશરે 60 જેટલી સરકારી કચેરીમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. મેટ્રો સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે, જેના પરિણામે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને મુસાફરોને પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો