જામનગરમાં ભોઈ સમાજે હોળિકા દહન માટે બનાવ્યું 25 ફૂટનું વિશાળકાય પુતળું, જુઓ Video

|

Mar 23, 2024 | 5:19 PM

જામનગરમાં અનોખી રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. જામનગરમાં છેલ્લા 68 વર્ષથી ભોઈ સમાજના સભ્યો અનોખી રીતે હોળીનો તહેવાર ઉજવે છે. હોળિકા દહન માટે 25 ફૂટનું વિશાળકાય પુતળું તૈયાર કરવામાં આવ્યું છે.

હોળીના તહેવારને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારે હોળીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જામનગરમાં અનોખી રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. જામનગરમાં છેલ્લા 68 વર્ષથી ભોઈ સમાજના સભ્યો અનોખી રીતે હોળીનો તહેવાર ઉજવે છે. હોળિકા દહન માટે 25 ફૂટનું વિશાળકાય પુતળું તૈયાર કરવામાં આવ્યું છે.

દશકાથી ચાલતી આવતી આ હોળિકા દહનની પરંપરા જામનગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર છે. હોલિકાના આ વિશાળ પુતળાને તૈયાર કરતી વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘાસ, લાકડું, શણ જેવી પ્રકૃતિને અનુરૂપ સામગ્રીમાંથી આ પુતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ હોલિકાના પુતળાને આભૂષણ પહેરાવામાં આવે છે. તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકા દહન કરવામાં આવે છે.

 

( વીથ ઈનપુટ – દિવ્યેશ વાયડા ) 

Next Video