સાબરકાંઠાઃ ભાજપના અગાઉ જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અફવાઓને લઈ કર્યો ખુલાસો, જાણો

સાબરકાંઠાઃ ભાજપના અગાઉ જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અફવાઓને લઈ કર્યો ખુલાસો, જાણો

| Updated on: Mar 26, 2024 | 10:52 AM

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે અગાઉ જાહેર કરેલા ભીખાજી ઠાકોરને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. તેઓ હવે કોંગ્રેસમાં જોડાવવાના છે એવી અફવાઓ પણ સોશિયલ મીડિયામાં શરુ થઇ ગઇ હતી. આ દરમિયાન તેઓએ સોશિયલ મીડિયા મારફતે ખુલાસો રજૂ કર્યો છે.

સોશિયલ મીડિયા પર ભાજપે અગાઉ જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે એવી અફવા શરુ થઇ હતી. આ માટે કેટલાક લોકોએ આવા લખાણ લખીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેને લઈ આખરે ભીખાજી ઠાકોરે જ આગળ આવીને ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો:  સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને કહ્યુ છે કે, હું ભાજપ છોડીને કોઇ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો નથી. કોઇ બીજા પક્ષમાં જોડાવવાની વાત માત્ર અફવા જ સમજવી. આમ ભીખાજીએ અફવાઓનું ખંડન કરતી પોસ્ટ શેર કરી હતી. તેઓ અગાઉ પણ કહી ચૂક્યા હતા કે, તેઓ ભાજપના ઉમેદવારની સાથે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 26, 2024 10:33 AM