ભાવનગરઃ ધૂળેટીના પર્વે જ તળાજાના મણાર ગામ પાસેના ચેકડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના મોત- વીડિયો
ભાવનગરના તળાજામાં મણાર ગામ નજીક આવેલા ચેકડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના મોત થયા છે. ધૂળેટીના પર્વે જ યુવકોના મોતથી પરિવારમાં તહેવારનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. ફાયર બ્રિગેડે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
ભાવનગરમાં ધૂળેટીના પર્વે જ ત્રણ યુવકોના ડૂબવાથી મોતની ઘટના સામે આવી છે. તળાજાના મણાર ગામ પાસેના ચેકડેમમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ ત્રણેય યુવકોના ડૂબવાથી મોત થયા છે. ફાયર બ્રિગેડે ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
તહેવારનો માહોલ માતમમાં ફેરવાયો
એક તરફ ધૂળેટીના પર્વની ઉજવણી ચાલી રહી હતી અને બીજી તરફ ત્રણેય યુવકોના મોતના સમાચારથી સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. તહેવારનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. ત્રણેય મૃતક યુવકોના પરિવારમાં હ્રદયને ચીરી નાખતી ગમગીની છવાઈ ગઈ છે. પરિવારજનોના આક્રંદથી સમગ્ર ગામ શોકાતુર બન્યુ છે. ત્રણેય મૃતક યુવાનોની ઉમર 30 વર્ષની હોવાનું અનુમાન છે.
આ માત્ર એક ઘટના નથી. બનાસકાંઠામાં પાલનપુરની બાલારામ નદીમાં ડૂબવાથી 2 યુવકોના મોત થયા. ધુળેટીની ઉજવણીને લઈ ડીસાના યુવકો નદીમાં નાહવા પડ્યા હતા. મહીસાગરમાં વીરપુરના ખરોડ ગામે ખેત તલાવડીમાં બાળક ડૂબ્યો. જેમાં 14 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: ઉનાળાની શરૂઆતે જ તાલાલાના છેવાડાના 5 ગામોમાં પાણી માટે વલખા, નલ સે જલની ગેરંટીનો ફિયાસ્કો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો