Bhavnagar: જયપુરમાં અકસ્માતથી મૃત્યુ પામનાર પોલીસ કોન્સ્ટેબલના પાર્થિવ દેહ એરક્રાફ્ટથી વતન લવાયા, એરપોર્ટથી અંતિમયાત્રા કઢાઇ

| Edited By: | Updated on: Feb 16, 2022 | 7:48 AM

અકસ્માતમાં કોન્સ્ટેબલ ભીખુ બુકેરા, શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધીયા, ઈરફાન નામના પોલીસ કર્મીનું નિધન થયું હતું. પોલીસકર્મી ઉપરાંત એક આરોપીનું પણ મોત થયું છે.

દિલ્હી-જયપુર રોડ ઉપર મંગળવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગુજરાતના ભાવનગર (Bhavnagar)ના ચાર પોલીસ કોન્સ્ટેબલ (Police constable)સહિત 5 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતાં જ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh sanghvi)એ મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી અને એરક્રાફ્ટની વ્યવસ્થા કરાવી હતી. આ તમામ પાર્થિવ દેહને એરક્રાફ્ટથી વતન લવાયા અને .

ભાવનગરના ચાર પોલીસ જવાનો અને એક આરોપીનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું છે.. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કોન્સ્ટેબલ એક આરોપીને પકડવા ઉત્તરપ્રદેશ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે સોમવારની મધ્ય રાત્રિએ જયપુર નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો.. જેમાં ચારેય પોલીસ કોન્સ્ટેબલના મૃત્યું થયા હતા.. જ્યારે સાથે રહેલા આરોપીનું પણ મોત નીપજ્યું હતું..ઘટનાના કારણે ભાવનગર પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે..

ભાવનગર એરક્રાફ્ટથી પોલીસકર્મીના મૃતદેહ વતન લવાયા છે. ચારેય પોલીસકર્મીના મૃતદેહ એરપોર્ટથી ભાવનગર ડીએસપી કચેરી લઈ જવાયા હતા. અકસ્માતની જાણ થતાં જ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી અને એરક્રાફ્ટની વ્યવસ્થા કરાવી હતી. એરક્રાફ્ટનો 22 લાખ રૂપિયા જેટલો ખર્ચ સરકાર ભોગવશે.

ઘટનાને લઈ ડીજીપી ભાવનગર પોલીસ વડી કચેરીએ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી સાથે જ મૃતકના પરિવારજનોને તાત્કાલિક સહાય રૂપે અઢી લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.. તો બીજીતરફ મુખ્યપ્રધાને પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી..પોલીસ જવાનોના પાર્થિવ દેહને લઈ ભાવનગર એરપોર્ટ ખાતેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.. તમામના પાર્થિવ દેહને શહેર પોલીસની વડી કચેરીએ લાવવામાં આવ્યાં હતા.. જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા..

અકસ્માતમાં કોન્સ્ટેબલ ભીખુ બુકેરા, શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધીયા, ઈરફાન નામના પોલીસ કર્મીનું નિધન થયું હતું. પોલીસકર્મી ઉપરાંત એક આરોપીનું પણ મોત થયું છે. અકસ્માતની ગોઝારી ઘટનાને લઇ પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો-

Ahmedabad : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ

આ પણ વાંચો-

રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત

Published on: Feb 16, 2022 07:40 AM