આ વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન અનેક મુદ્દાઓ મહત્વના રહ્યા. જેમા સૌથી ટોચ પર રામ મંદિર, હિંદુત્વ, મોંઘવારી, બેરોજગારી, રાષ્ટ્રવાદ સહિતના મુદ્દાઓ મહત્વના રહ્યા. ગુજરાતમાં આ વખતે ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનનો મુદ્દો બહુ ચગ્યો હતો જેના કારણે ગુજરાતમાં ભાજપને નુકસાન જવાની શક્યતા દેખાઈ રહી હતી. જો કે જે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તેમા ગુજરાતમાં હેટ્રિક લગાવતા સતત ત્રીજીવાર ક્લિન સ્વીપ કરતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ NDA અને BJP તરફી આવ્યા છે.
આ અંગે ભાવેણાવાસીઓનો મત જાણવાનો અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો. જેમા એક શહેરીજનનું જણાવવુ છે કે હિંદુત્વના મુદ્દા પર કોઈ પક્ષ ચૂંટણી લડી રહ્યો હોય તો તેની બહુમતી જ આવતી હોય છે અને ભાજપ જ્યારે હિંદુત્વના મુદ્દા પર અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી છે ત્યારે એટલે એમને બહુમતી જ મળે.
અન્ય એક શહેરીજન જણાવે છે કે વિકાસના કારણે ત્રીજીવાર દેશમાં મોદી સરકાર બનવા જઈ રહી છે. સરકારની અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી છે. ભ્રષ્ટાચાર ઘટ્યો છે. લોકોને સરકારી સહાયનો લાભ કોઈપણ કટકી વિના સીધો તેના ખાતામાં મળી રહ્યો છે.
એગ્ઝિટ પોલની સત્યતા અંગે એક શહેરીજન જણાવે છે કે અનેકવાર એવુ બન્યુ છે કે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. આ વખતે ગુજરાતમાં ક્ષત્રિયોનો મુદ્દો અસરકારક રહેશે અને ગુજરાતના પરિણામો પર તેની અસર જોવા મળશે.
Published On - 2:09 pm, Mon, 3 June 24