તરુણોને વેક્સિન આપવા ભાવનગર પાલિકા સજ્જ, ભણતા ન હોય તેવા બાળકોને આ રીતે અપાશે કોરોના રસી
Vaccination: તરુણોના રસીકરણ માટે ભાવનગર મનપાનું આરોગ્ય તંત્ર સજ્જ થઇ ગયું છે. શાળામાંથી બાળકોની યાદી મંગાવવામાં આવી છે.
Vaccine for 15-18 years old: 15થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવા માટે ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ (Health Department) સજ્જ છે. આરોગ્ય વિભાગની ટીમ વેક્સિનેશનની આગોતરી તૈયારીઓમાં લાગી ગઈ છે. મહાનગપાલિકાએ શહેરની તમામ ખાનગી સ્કૂલો પાસેથી આ વયજૂથના બાળકો વિશે માહિતી મંગાવી હતી.
શાળામાં જઈને અપાશે વેક્સિન
જે મુજબ શહેરના 15 થી 18 વર્ષના અંદાજે 35 હજાર વિદ્યાર્થીઓ છે. ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓના આ આંકડાના આધારે પાલિકાની ટીમે રસીકરણનું આયોજન કર્યું છે. આ ઉપરાંત જે બાળકો શાળામાં ન ભણતા હોય તેના માટે ઘરે ઘરે જઈને પણ કોરોના રસીકરણની કામગીરી હાથ ધરાશે.
કોરોનાને લઈને સૂચનો
કોરોના મહામારીનો સકંજો વધુને વધુ કસાઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા અગત્યના સુચનો આપવામાં આવ્યા છે. જે પ્રમાણે કોઈ વિદ્યાર્થીને કે તેના પરિવારના સભ્યને શરદી-ખાંસી કે તાવ હોય તેવા પરિવારના વિદ્યાર્થીને શાળામાં હાજર રહેવાથી મુક્તિ આપવ. પરિવારના પણ કોઈ સભ્ય બિમાર હોય તો વિદ્યાર્થીએ શાળામાં પ્રવેશ આપવો નહી. શાળામાં આવનાર કોઈ પણ મુલાકાતી રસીના બે ડોઝ લીધા હોય તે ચકાસવું. શાળામાં વિદ્યાર્થીઓને ફરજિયાત કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવું જેવા સુચનો શાળાઓને અપાયા છે.
આ પણ વાંચો: Flights Cancelled : ઓમિક્રોનનો કહેર, ખરાબ હવામાન અને કામદારોની અછતને કારણે અમેરિકામાં 2600 ફ્લાઇટ્સ રદ
