અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો, વર્ષના પ્રથમ દિવસે જ 101 ઘરોના આટલા લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા

અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો, વર્ષના પ્રથમ દિવસે જ 101 ઘરોના આટલા લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 7:29 AM

Corona in Ahmedabad: ગઈકાલે એટલે કે 1 જાન્યુઆરીના રોજ કુલ 101 નવા ઘરોના 337 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 40 થઇ ગઈ છે.

Corona in Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) વધુ 11 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં (Micro containment zone) મુકાયા છે. પશ્ચિમ ઝોનના નારણપુરા અને ઉસમાનપુરાના 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. દક્ષિણ ઝોનમાં ઇસનપુરના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો. તો ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા, ગુરુકુળ, બોડકદેવ અને જગતપુરના 4 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા.

શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 40

પૂર્વ ઝોનમાં નિકોલના બે વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સેટેલાઇટના એક અને મધ્ય ઝોનના શાહીબાગના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. ગઈકાલે 1 જાન્યુઆરીએ કુલ 101 નવા ઘરોના 337 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 40 થઇ ગઈ છે.

કોરોના વિસ્ફોટ યથાવત

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. 31 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 654 કેસો નોંધાયા હતા, તો 1 જાન્યુઆરીએ 1069 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 559 એટલે કે નવા કેસના 55 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 3927 પર પહોચ્યો છે.

 

આ પણ વાંચો: લો બોલો! વધતા જતા કોરોના વચ્ચે અમદાવાદમાં આ થીમ પર યોજાશે ફ્લાવર શો, કરોડોનો કર્યો છે ખર્ચ, જાણો વધુ

આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ બાદ માસ્ક ન પહેરનાર સામે AMC ની લાલ આંખ, આટલા લોકો પાસેથી ઉઘરાવ્યો લાખોનો દંડ

Published on: Jan 02, 2022 07:29 AM
g clip-path="url(#clip0_868_265)">