Pahalgam Terror Attack : ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન, જુઓ આક્રંદનો Video

| Edited By: | Updated on: Apr 24, 2025 | 1:59 PM

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના કાળીયાબીડમાં રહેતા પિતા-પુત્ર મોતને ભેટ્યા છે.આજે વહેલી સવારે યતીષ પરમાર અને પુત્ર સ્મિત પરમારનો મૃતદેહ વતન લવાયા હતા. હૈયાફાટ રુદનના દ્રશ્યો સામે આવ્યા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ હચમચી ઉઠ્યું હતું.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાંથી 3 ગુજરાતીઓના પણ મોત થયા છે. હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવાનની હત્યા કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના કાળીયાબીડમાં રહેતા પિતા-પુત્ર મોતને ભેટ્યા છે.આજે વહેલી સવારે યતીષ પરમાર અને પુત્ર સ્મિત પરમારનો મૃતદેહ વતન લવાયા હતા. હૈયાફાટ રુદનના દ્રશ્યો સામે આવ્યા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ હચમચી ઉઠ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલ આજે કાળીયાબીડ પહોંચ્યા હતા. અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ સાથે જ તેમણે મૃતકોના સ્વજનોને મળી સાંત્વના પાઠવી હતી. જો કે આ ઘટનાથી પરિવારજનો જ નહીં સમગ્ર વિસ્તારના લોકો આઘાતમાં છે.

મૃતક સ્મિત પરમારના શિક્ષકો પણ અંતિમવિધિ માટે પહોંચ્યા હતા. અને સ્મિતના સપનાને યાદ કરી ભાવુક થઈ ગયા હતા. ભારત માટે ડિફેન્સ એકેડમીમાં જવાની સ્મિતની ઈચ્છા હતી. પણ તે પહેલાં જ આતંકવાદે તેનું સપનું રોળી દીધું છે.

સુરતના યુવકની અંતિમ વિધિમાં હર્ષ સંઘવી હાજર રહ્યા

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સુરત શહેરના વરાછા વિસ્તારના રહેવાસી શૈલેષ કાલથિયાના પાર્થિવ શરીરને એર ઈન્ડિયાના ખાસ વિમાન દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પટેલ, ગુજરાતના મંત્રીઓ હર્ષ સંઘવી, પ્રફુલ પાનશેરિયા, મુકેશ પટેલ અને અન્ય ધારાસભ્યો અને અધિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. શૈલેષ કાલથિયાના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા છે. 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો