AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ડમી ઉમેદવાર કાંડમાં બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલનું નામ પણ સામેલ, દિનેશ પંડ્યા 11 એપ્રિલથી ફરાર

Gujarati Video : ડમી ઉમેદવાર કાંડમાં બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલનું નામ પણ સામેલ, દિનેશ પંડ્યા 11 એપ્રિલથી ફરાર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 1:48 PM
Share

ભાવનગર (Bhavnagar) ડમીકાંડમાં પોલીસની તપાસ ગોકળ ગાય ગતિએ થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. 57 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ છતાં અત્યાર સુધી માત્ર 33 લોકોની જ ધરપકડ થઇ છે.

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડની પોલીસ ફરિયાદને 19 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે આ ફરિયાદમાં બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલનું પણ આરોપીઓમાં નામ સામે આવ્યુ છે. કોન્સ્ટેબલ દિનેશ પંડ્યાએ તેના ભાઇ ભદ્રેશના બદલે ડમી તરીકે પરીક્ષા આપી હોવાનું ખુલ્યુ છે. જો કે પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પંડ્યા 11 એપ્રિલથી ફરાર થઇ ગયો છે. પોલીસ ફરિયાદ બાદ પણ કોન્સ્ટેબલ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો-Breaking News: શરદ પવાર બાદ હવે NCP નેતા જિતેન્દ્ર અવ્હાણે જનરલ સેક્રેટરીનું પદ છોડ્યું, અન્ય નેતાઓ પણ આપી શકે છે રાજીનામું

મહત્વનું છે કે ભાવનગર ડમીકાંડમાં પોલીસની તપાસ ગોકળ ગાય ગતિએ થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. 57 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ છતાં અત્યાર સુધી માત્ર 33 લોકોની જ ધરપકડ થઇ છે. થોડા દિવસ પહેલા જ ભાવનગર હેડ ક્વાર્ટરથી દિનેશ પંડ્યાની બગદાણા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. તેણે તેના ભાઇ ભદ્રેશના બદલામાં પરીક્ષા આપી હતી. પોલીસ તપાસમાં આ વાત સાબીત પણ થઇ ચુકી છે. બંને ભાઇ વિરુદ્ધ ફરિયાદ પણ થઇ છે. આમ છતા હજુ સુધી દિનેશ પંડ્યાની હજુ સુધી કોઇ સંભાળ નથી મળી રહી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 03, 2023 01:43 PM
g clip-path="url(#clip0_868_265)">