નરોડા ગામ હત્યાકાંડ કેસમાં કોર્ટનું અવલોકન, ફરિયાદી પક્ષ સાબિત નથી કરી શક્યો ગુનાહિત કાવતરું
11 લોકોને જીવતા સળગાવ્યા હોવાનો કોઈ પુરાવો નહીં મળતા. આ લોકો જીવતા સળગાવ્યા હોવાનું ફરિયાદી પક્ષ પુરવાર ન કરી શક્યો. આ આરોપીઓને નિર્દોષ કેમ જાહેર કરાયા તેને લઈ ચુકાદામાં ન્યાયાધીશે મહત્વનું અવલોકન કર્યું છે
ગત 20 એપ્રિલે નરોડા હત્યાકાંડનો ચુકાદો આવ્યો. જેમાં કોર્ટે 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. આ આરોપીઓને નિર્દોષ કેમ જાહેર કરાયા તેને લઈ ચુકાદામાં ન્યાયાધીશે મહત્વનું અવલોકન કર્યું છે. નરોડા હત્યાકાંડ કેસના 1780 પાનાના ચુકાદામાં ડેઝિગ્નેટેડ જજ શુભદા બક્ષીએ અવલોકન કર્યુ છે. જે પ્રમાણે, કોર્ટના રેકોર્ડ પર પુરાવા, લેખિત દલીલો, ચુકાદાને જોતાં ફરિયાદી પક્ષ કોઇપણ રીતે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યાનું પુરવાર કરી શક્યો નથી. આરોપીઓએ કાવતરું રચી, ગેરકાયદે મંડળી રચીને દુષ્કૃત્ય કે કોઇનું મૃત્યું નિપજાવ્યું હોય તેવી હકીકતો ફરિયાદી પક્ષ સાબિત કરી શક્યો નથી.
આ પણ વાંચો : નરોડા ગામ હત્યાકાંડ કેસ 21 વર્ષે આવ્યો ચુકાદો, કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
ડૉ.માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરતાં કોર્ટે ટાંક્યું હતું કે, નરોડા પાટિયા-નરોડા ગામ હત્યાકાંડ એક જ સમય અને એક જ તારીખે બન્યો હતો.. તો બંને એક જ આરોપી બંને જગ્યાએ કેવી રીતે હાજર હોઈ શકે? જજના અવલોકન પ્રમાણે, 11 લોકોને જીવતા સળગાવ્યા હોવાનો કોઈ પુરાવા નથી. ફરિયાદી પક્ષ પુરવાર નથી કરી શક્યો..આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને હત્યા નીપજાવ્યાના પણ પુરાવા નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
