Bhavnagar: ભાવનગરમાં તળાજાના પાણીયાળી ગામની નદીમાં ઘોડાપૂર, જુઓ Video
નદીમાં પૂર આવતા તેના પાણી ખોડિયાર મંદિર પરથી વહેતા થયા છે. આ ઉપરાંત ભાવનગરના શિહોર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો.વરલ, ટાણા સહિત આસપાસના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો..વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવુ વાતાવરણ સર્જાયું છે. જેમાં ભાવનગરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. વરસાદને કારણે તળાજાના પાણીયાળી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું. જેના કારણે ભર ઉનાળે ધસમસતા પ્રવાહ સાથે નદી વહેતી થઇ છે. જેમાં નદીમાં પૂર આવતા તેના પાણી ખોડિયાર મંદિર પરથી વહેતા થયા છે. આ ઉપરાંત ભાવનગરના શિહોર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો.વરલ, ટાણા સહિત આસપાસના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો..વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખાસ કરીને બાજરી અને તલના પાકને નુકસાન થવાની ભીતિ છે.
આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 70 કેસ નોંધાયા
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos