Bhavnagar : પાલિતાણાથી ઝડપાયેલા 1100 કરોડના GST કૌભાંડમાં 11 હજાર પાનાની ચાર્જશીટ દાખલ, જુઓ Video

Bhavnagar : પાલિતાણાથી ઝડપાયેલા 1100 કરોડના GST કૌભાંડમાં 11 હજાર પાનાની ચાર્જશીટ દાખલ, જુઓ Video

| Edited By: | Updated on: May 05, 2023 | 8:26 AM

પાલિતાણાથી ઝડપાયેલા 1100 કરોડના GST કૌભાંડમાં SITની તપાસ તેજ બની છે. SITએ 11 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. SITની તપાસમાં મોટી કરચોરી થયાનું સામે આવ્યું છે.

પાલિતાણાથી ઝડપાયેલા 1100 કરોડના GST કૌભાંડમાં SITની તપાસ તેજ બની છે. SITએ 11 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. SITની તપાસમાં મોટી કરચોરી થયાનું સામે આવ્યું છે. આ કેસમાં SITએ મુંબઈથી ઝડપેલો શખ્સ અલી બાઉ 36થી વધારે બોગસ પેઢી ચલાવતો હતો. આ કેસના દસ્તાવેજોની SIT ઝીણવટભરી તપાસ કરે તો માસ્ટર માઈન્ડ સુધી પહોંચવું સરળ બની શકે છે. GST ચોરીનું મહા કૌભાંડ 5 હજાર કરોડ સુધી પહોંચે તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચો Bhavanagar : ડમી કાંડ બાદ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, 10 થી વધુ લોકોએ ગેરરીતિ આચરીને મેળવી નોકરી

સુરતમાં ઝડપાયો હતો દેશનો સૌથી મોટો GST કૌભાંડી

સુરતમાં 2700 કરોડની GST ચોરી મામલે ઇકો સેલ દ્વારા મુખ્ય સુત્રધાર સુફિયાન કાપડિયાની ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાન કાપડિયા 19મો આરોપી હતો. સુફિયાને જ GST ચોરીની શરૂઆત કરી હતી. સુફિયાને ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…