Bhavanagar : શ્વાનના ત્રાસથી શહેરીજનોમાં ફફડાટ, ખસીકરણની કામગીરી ગોકળગતિએ, જુઓ Video

Bhavanagar : શ્વાનના ત્રાસથી શહેરીજનોમાં ફફડાટ, ખસીકરણની કામગીરી ગોકળગતિએ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 10:04 AM

શ્વાનના ત્રાસને અટકાવવા મનપાએ છેલ્લા એક વર્ષથી ખસીકરણની કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર શહેરમાં કુલ 40 હજાર શ્વાન હોવાનું માનવામાં આવે છે. નવેમ્બર 2022 સુધીમાં આશરે દસ હજાર શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે.

ભાવનગર શહેરમાં શ્વાનના ત્રાસથી શહેરીજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. તેમજ શહેરમાં શ્વાનની વસતી સતત વધતી હોય તેવુ સામે આવી રહ્યું છે. પરંતુ મનપાનું તંત્ર શ્વાનના ખસીકરણની કામગીરી ગોકળગતીએ ચલાવી રહી છે. શ્વાનના ત્રાસને અટકાવવા મનપાએ છેલ્લા એક વર્ષથી ખસીકરણની કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર શહેરમાં કુલ 40 હજાર શ્વાન હોવાનું માનવામાં આવે છે. નવેમ્બર 2022 સુધીમાં આશરે દસ હજાર શ્વાનોનું ખસીકરણ કરવામાં આવી છે. જ્યારે ડિસેમ્બરમાં નવી એજન્સીને બે વર્ષમાં 5000 શ્વાનોનું ખસીકરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાંથી 500 શ્વાનોનું ખસીકરણ થયું છે. પરંતુ બીજી તરફ શ્વાન કરડવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. ત્યારે તંત્રે જણાવ્યું કે જો જરુર પડશે શ્વાન ખસીકરણની કામગીરી ઝડપી કરવામાં આવશે.

આ પણ વાંચો : Bhavnagar: એપીએમસીની ચૂંટણી યોજવા માટે ખેડૂતો-વેપારીઓની માંગ, છેલ્લા 10 વર્ષથી છે વહીવટદારનું શાસન

અમદાવાદ સહિતના શહેરોમાં જાહેર માર્ગો પરથી રખડતા પશુઓને પકડવા આદેશ

થોડા સમય પહેલા હાઈકોર્ટેએ શહેરના જાહેર માર્ગો પર ઉપરથી રખડતા પશુઓને પકડવા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આમ છતા વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓએ જીવલેણ હુમલો કર્યા બાદ કેટલાક લોકોને તેમનો જીવ ગુમાવવો પડ્યો છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારમાં રોડ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. નવ મહિનામાં મ્યુનિસિપલ તંત્રને રખડતા શ્વાનની 4593 અને રખડતા પશુ અંગે 2885 ફરિયાદ મળી હતી. જેની સામે તંત્રેએ 14,412 રખડતા ઢોર પકડ્યા હતા. આ મુદ્દે વિવિધ પોલીસ સ્ટેશનમાં 675 FIR કરવાની સાથે 1248 કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામા આવી હતી. આ તરફ સુરતમાં રસ્તા પર રખડતા શ્વાને બાળકી પર હુમલો કરતા ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

Published on: Jan 20, 2023 09:55 AM
g clip-path="url(#clip0_868_265)">