ભાવનગરમાં કોરોનાના દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવા સમયે ભાવનગર શહેરમાં કોરોનાના વધતા કેસને લઇને જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે. જેમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કોરોના હેલ્પ લાઇન શરૂ કરાઇ છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jan 27, 2022 | 7:56 AM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવા સમયે ભાવનગર (Bhavnagar)શહેરમાં કોરોનાના વધતા કેસને લઇને જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે. જેમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કોરોના હેલ્પ લાઇન(Corona Helpline) શરૂ કરાઇ છે. જેમાં કંટ્રોલ રૂમ તૈયાર કરીને તબીબી ટીમ બેસાડવામાં આવી છે.. જે કોરોના પોઝિટિવ દર્દીઓને દવાથી લઇને તમામ બાબતોનું માર્ગદર્શન આપે છે. આ હેલ્પલાઇનનો મોબાઇલ નંબર 6355297188 છે.. જેની પર દર્દી કોઇ પણ સમયે સંપર્ક કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. 24 કલાક ચાલતી આ સુવિધાઓનો દર્દીઓ લાભ લઇ શકે તેવો ભાવનગર મનપાનો પ્રયાસ છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ નહિવત દાખલ થઈ રહ્યા છે અને નહિવત લોકોને ઓકસીજન કે વેન્ટિલેટર પર લઈ જવા પડે છે. ભાવનગરમાં જે લોકોએ રસીના એક કે બંને ડોઝ લઇ લીધા છે તેમને કોરોના ભલે થયો હોય પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ જોવા નથી મળી રહી.

હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં 300થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્રીજી લહેર દરમિયાન પોઝિટિવ આવેલા કુલ દર્દીઓમાંથી હાલમાં માત્ર 6 દર્દીઓ જ ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના દર્દીઓએ રસી મુકાવી હોવાના કારણે હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહયા છે. જે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમને પણ ઓકસીજન કે વેન્ટીલેટરની જરૂરિયાત ઊભી નથી થઇ.

આ પણ વાંચો : અમદાવાદમાં નરોડાના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન, નાગરિકોમાં આક્રોશ

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યા, બે દિવસમાં બે યુવકોને બચાવાયા

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati