Ahmedabad : સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યા, બે દિવસમાં બે યુવકોને બચાવાયા

Ahmedabad : સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યા, બે દિવસમાં બે યુવકોને બચાવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 6:29 AM

અમદાવાદમાં ગત બે દિવસોમાં સાબરમતી નદીના બ્રિજ પરથી બે લોકો આપઘાતનો પ્રયાસ કરતા ઝડપાયા. જોકે સમયસર ફાયર વિભાગની ટીમે બે યુવકોનો જીવ બચાવી લીધો. ગત વર્ષે સાબરમતીમાં કૂદીને જીવ આપનારાઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે.

અમદાવાદમા(Ahmedabad)આર્થિક સંકડામણ અને સંબંધોમા નિરાશાના કારણે આપઘાતના(Suiside)કેસો વધ્યા છે.  2021ના વર્ષમા સાબરમતી રિવર ફ્રન્ટ(River Front) સ્યુસાઈડ પોઈન્ટ બન્યું છે. જેમાં છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત વર્ષ 2021માં  નોંધાયા છે. ત્યારે પોલીસે આપઘાતનુ પ્રમાણ અટકાવવાનુ મિશન શરૂ કર્યુ છે. નવા વર્ષની શરૂઆતમાં આર્થિક સંકડામણના કારણેએ ડેન્ટીસ્ટ તેમજ વેપારીએ નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરતા ચકચાર મચી ગઇ છે. કોરોનામાં આવેલા લોકડાઉન બાદ કેટલાક લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે જ્યારે કેટલાક લોકો દારૂ જુગારની લત્તે ચઢી ગયા છે. સાબરમતી નદીમાં જે લોકો સ્યુસાઇડ કરી રહ્યા છે તેમાં મોટાભાગના લોકો આર્થિક પરિસ્થીતી તંગ હોવાના કારણે પગલુ ભરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. સાબમરતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે.

અમદાવાદમાં ગત બે દિવસોમાં સાબરમતી નદીના બ્રિજ પરથી બે લોકો આપઘાતનો પ્રયાસ કરતા ઝડપાયા. જોકે સમયસર ફાયર વિભાગની ટીમે બે યુવકોનો જીવ બચાવી લીધો. ગત વર્ષે સાબરમતીમાં કૂદીને જીવ આપનારાઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. ત્યારે રિવરફ્રન્ટ આપઘાતનું હોટસ્પોટ બનતું જઈ રહ્યું છે.

ગતવર્ષે 2021મા 178 કોલ નદીમાં છલાંગ લાગવવાના મળ્યા હતા જેમાં 104 પુરૂષ 26 મહિલા અને બે બાળકોના મોત થયા હતા જયારે 25 પુરૂષ 20 મહિલા અને એક બાળકને બચાવી લીધુ હતું. જયારે 2022ના ચાલુ વર્ષમા એક જ દિવસમા સાબરમતી નદીમાં બે પુરુષોનો મૃતદેહ મળ્યો.. જેમા એક પુરૂષ ઇસનપુરનો રહેવાસી છે અને તેનું નામ પ્રવિણસિંહ જાદવ છે જે ડેન્ટીસ્ટ છે જ્યારે બીજો વ્યકિતનું નામ મીતુલ શાહ હતો. મૃતકને પાણીની બોટલ બનાવવાની ફેક્ટરી છે.. આ બન્ને યુવકે આર્થિક સંકળામણથી કંટાળીને આપઘાત કર્યો હોવાનુ ખુલ્યુ છે.

આ પણ વાંચો : KUTCH : ગણતંત્ર દિવસ પર દિનદયાળ પોર્ટે(કંડલા) કોવિડ-19માં મૃત્યુ પામેલા પરિવારને 12.5 કરોડની સહાય કરી

આ પણ વાંચો : વલસાડમાં વર-કન્યા અને જાનૈયા સામે પોલીસ કાર્યવાહી મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન, ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપાઇ

Published on: Jan 27, 2022 06:28 AM
g clip-path="url(#clip0_868_265)">