Bharuch Video : વાત શ્રદ્ધાની હોય ત્યાં પુરાવાની શી જરૂર? જુઓ શ્વાનની અનોખી ભક્તિ
Bharuch : ભરૂચ શહેરના (Bharuch ) કોઠીરોડ વિસ્તારમાં આવેલ અંબાજી મહંતનું મંદિર (Ambaji Temple)આજકાલ આસપાસના વિસ્તારમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે. અંબાજી માતાજીના મંદિરમાં સવાર – સાંજ આરતીના સમયે શ્વાનોની નિયમિત હાજરીથી શ્રદ્ધાળુઓમાં નવરાત્રી દરમિયાન કુતુહુલ જોવા મળી રહ્યું છે. આખો દિવસ સોસાયટીઓ અને પોળમાં લટાર મારતાં શ્વાન(Dog) મંદિરમાં આરતી પૂર્વે શંખનાદ સાંભળતાની સાથે જ જ્યાં હોય ત્યાંથી મંદિર પરિસરમાં પહોંચી જાય છે. આરતી દરમિયાન હાજર શ્રદ્ધાળુઓમાં આ બાબત આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ શ્વાન જ્યાં સુધી આરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી મંદિર બહાર હાજર રહે છે.
Bharuch : ભરૂચ શહેરના (Bharuch ) કોઠીરોડ વિસ્તારમાં આવેલ અંબાજી મહંતનું મંદિર (Ambaji Temple)આજકાલ આસપાસના વિસ્તારમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે. અંબાજી માતાજીના મંદિરમાં સવાર – સાંજ આરતી(Aarti)ના સમયે શ્વાનોની નિયમિત હાજરીથી શ્રદ્ધાળુઓમાં નવરાત્રી દરમિયાન કુતુહુલ જોવા મળી રહ્યું છે.
આખો દિવસ સોસાયટીઓ અને પોળમાં લટાર મારતાં શ્વાન(Dog) મંદિરમાં આરતી પૂર્વે શંખનાદ સાંભળતાની સાથે જ જ્યાં હોય ત્યાંથી મંદિર પરિસરમાં પહોંચી જાય છે. આરતી દરમિયાન હાજર શ્રદ્ધાળુઓમાં આ બાબત આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ શ્વાન જ્યાં સુધી આરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી મંદિર બહાર હાજર રહે છે.

જુના ભરૂચના કોઠી વિસ્તારમાં અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર શ્રદ્ધાળુઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મંદિરમાં નિયમિત આરતીમાં હાજર રહેતા ધર્મેશભાઈ સોલંકીએ શ્વાનની નિયમિત હાજરી સંદર્ભે જણાવ્યું હતું કે, તેમના પિતા બચુભાઈ સોલંકી નિયમિત આરતીમાં હાજર રહેતા હતા તે સમયથી આ મંદિરમાં શ્વાન આરતીમાં નજરે પડે છે. નવરાત્રી દરમિયાન નિયમિતપણે શ્વાન આરતી સમયે મંદિર પટાંગણમાં આવી જતાં હોય છે.

આરતીના શંખનાદ સાથે જ આસપાસના વિસ્તારમાં ગમે ત્યાં હોય પરંતુ આ શ્વાન દોડીને મંદિર પરિસરમાં પહોંચી જાય છે. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી આરતી પુરી ન થાય ત્યાં સુધી આ ત્રણેય શ્વાન ઉંચા ઉંચા અવાજે આરતીના સૂરમાં જાણે સૂર પુરાવતાં હોય તેવા દ્રશ્ય જોવા મળે છે.
