ભરૂચ : આમોદ નજીક મસમોટાં ખાડાના કારણે વારંવાર ટ્રાફિકજામ થતાં સમસ્યા દૂર કરવા સ્થાનિકોએ જાત મહેનત ઝિંદાબાદનું સૂત્ર સાર્થક કર્યું

ભરૂચ : આમોદ નજીક મસમોટાં ખાડાના કારણે વારંવાર ટ્રાફિકજામ થતાં સમસ્યા દૂર કરવા સ્થાનિકોએ જાત મહેનત ઝિંદાબાદનું સૂત્ર સાર્થક કર્યું

| Updated on: Dec 04, 2023 | 11:10 AM

ભરૂચ : આમોદ પાસેથી પસાર થતા હાઇવે નખાડા પડવાના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. 5કિલોમીટર લાંબી વાહનોની લાઇનો સાથે ખાડામાંથી પસાર થતા વાહનો પલટી જવાનો પણ ભય રહે છે સરકારી કામગીરી કરતા કોન્ટ્રાકટર સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ : આમોદ પાસેથી પસાર થતા હાઇવે પર ખાડા પડવાના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. 5કિલોમીટર લાંબી વાહનોની લાઇનો સાથે ખાડામાંથી પસાર થતા વાહનો પલટી જવાનો પણ ભય રહે છે સરકારી કામગીરી કરતા કોન્ટ્રાકટર સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે સ્થાનિકોએ જાત મહેનતના જોરે સમસ્યા હળવી બનાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.

સરકારી કોન્ટ્રાકટર સામે સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકો અનુસાર નબળી કામગીરીના કારણે ભારદારી વાહનોને કારણે ગટરો તુટી ગઈ હતીજેના કારણે અનેક વાહનો ફસાઈ રહ્યા હતા. વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ભારે ટ્રાફિક જામ થતા ટ્રાફિકના કારણે મુસાફરો,વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ જાત મહેનતના જોરે તૂટેલી ગટરો અને ખાડા પર પેવર બ્લોક ગોઠવી વાહન પસાર થઇ શકે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.

આ પણ વાંચો : ભરૂચ : વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો,જુઓ વિડીયો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published on: Dec 04, 2023 11:09 AM
g clip-path="url(#clip0_868_265)">