ભરૂચ : નર્મદા કિનારે મોજ માણવા ગયેલા વાહન ચાલકો ભરતીના પાણીમાં ફસાયા, જુઓ વીડિયો
ભરૂચ : પોઇચા નજીક નર્મદા નદીમાં ન્હાવા પડેલા 7 લોકો ડૂબી જવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટના બાદ ઉનાળામાં નદી નાળામાં લોકોને ન્હાવા ન જવા વિનંતી અને સૂચના આપવામાં આવી હતી પણ તંત્રની દરકાર ન લેનાર પરિવારો ભરૂચ નજીક નર્મદાના પાણીમાં ફસાયા હતા.

સમી સાંજે નર્મદા કિનારે ટૂ વહીલર લઈ મોટી સંખ્યામાં પરિવારો નર્મદા કિનારે પહોંચ્યા હતા. લોકો કિનારે પાણીમાં મોજમજા કરી રહ્યા હતા ત્યારે અચાનક ભરતી આવી હતી. ખુબ ઝડપથી પાણી આવી જતા લોકોએ દોડધામ કરી મૂકી હતી. જળસ્તર વધતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આખરે જીવ જોખમમાં મૂકી આ વાહનચાલકો પરિવાર સાથે પાણીની બહાર નીકળ્યા હતા. આ ઘટનાના પગલે સ્થાનિક તંત્ર સામે પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે.