ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો

|

Jun 26, 2024 | 1:23 PM

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તગતના નર્મદા એપાર્ટમેન્ટ અને અન્ય 500 જર્જરીત મકાન જોખમી હોવાથી પાણી,ગટર અને વીજળી કનેકશન કાપી મકાન ખાલી કરાવવા પગલા ભરવામાં આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. 

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તગતના નર્મદા એપાર્ટમેન્ટ અને અન્ય 500 જર્જરીત મકાન જોખમી હોવાથી પાણી,ગટર અને વીજળી કનેકશન કાપી મકાન ખાલી કરાવવા પગલા ભરવામાં આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

500 પરિવારો માટે રી ડેવલોપમેન્ટ યોજના લાગુ કરવા સ્થાનિકોએ માંગ કરી છે પરંતુ આ બાબતે હાઉસિંગ બોર્ડ અને સરકારે સ્પષ્ટ સ્વીકૃતિ આપી નથી ત્યારે સ્થાનિકો બેઘટ બનવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

સમસ્યાનો હલ કાઢવા નગરપાલિકા, હાઉસિંગ બોર્ડ અને સ્થાનિકો વચ્ચે બેઠક યોજાઈ હતી જોકે તેમાં હાઉસિંગ બોર્ડ મકાન ખાલી કરાવવા મક્કમ જણાયું હતું.500 પરિવારો માટે સ્થાનિક અગ્રણીઓ આગળ આવ્યા હતા. સ્થાનિક અગ્રણી અને નગર સેવક રાજશેખર દેશ્ન્નવરએ  હાઉસિંગ બોર્ડ નમતું જોખવા તૈયાર ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મકાનનો હિસ્સો ધરાસાઈ થવાના કારણે ગત વર્ષે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.

Published On - 9:35 am, Wed, 26 June 24

Next Article