AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જુઓ Live Video

Bharuch : ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જુઓ Live Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 10:33 AM
Share

Bharuch : ભરૂચમાં અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરા(CCTV Camera) એ કેદ કરી છે. વિડીયો ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામનો છે જેમાં સાંકડા રોડ ઉપર  સામસામે ટ્રેકટર  અને બાઈક ટકરાયા હતા. ટ્રેકટરના પાછળના પૈડાં સાથે પૂરપાટ ઝડપે દોડતી બાઈક ટકરાતા બાઈક ચાલક રોડ ઉપર પટકાયો હતો. ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહ પહોંચી હતી જેણે સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટના બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ જતા ફૂટેજ વિડીયો વાયરલ (Viral Video) થઇ રહ્યા છે. 

Bharuch : ભરૂચમાં અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરા(CCTV Camera) એ કેદ કરી છે. વિડીયો ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામનો છે જેમાં સાંકડા રોડ ઉપર  સામસામે ટ્રેકટર  અને બાઈક ટકરાયા હતા. ટ્રેકટરના પાછળના પૈડાં સાથે પૂરપાટ ઝડપે દોડતી બાઈક ટકરાતા બાઈક ચાલક રોડ ઉપર પટકાયો હતો.

અકસ્માત(Accident)ની ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહ પહોંચી હતી જેણે સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટના બાબતે ભરૂચ પોલીસ(Bharuch Police) દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ જતા ફૂટેજ વિડીયો વાયરલ (Viral Video) થઇ રહ્યા છે.

અકસ્માત 12 ઓક્ટોબરની રાતે સર્જાયો હતો. ટંકારીયા ગામમાં આ ઘટના બની હતી. ઘટના બાદ નજીકના ઘરમાં લગાવવામાં આવેલા CCTV Camera ના Footage  તપાસવામાં આવતા આખી ઘટના જીવંત કેદ થઇ હતી. આ અકસ્માતના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

આ પણ વાંચો : Bharuchમાં શર્મનાક ઘટના બની, બે બાળક અને એક વરિષ્ઠ નાગરિક સહીત 5 લોકોએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી, જુઓ Video

ઉલ્લેખનીય છે કે ભરૂચનું ટંકારીયા એક વિકસિત ગામ છે. ગામમાં પાયાની સુવિધાઓ સારી ઉપલબ્ધ છે. રસ્તા સારા હોવાના કારણે વાહનોની ગતિ તેજ હતી. ટ્રાફિક વચ્ચે વાહન ઝડપથી હંકારવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનશીબે ઘટના બાદ રોડ ઉપર પટકાયેલા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી નથી.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 15, 2023 10:32 AM
g clip-path="url(#clip0_868_265)">