Bharuchમાં શર્મનાક ઘટના બની, બે બાળક અને એક વરિષ્ઠ નાગરિક સહીત 5 લોકોએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી, જુઓ Video
Bharuch : અંકલેશ્વરમાં માનસિક અસ્વસ્થ સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર 5 ની ધરપકડ કરાઈ છે. ઘટનામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે બળાત્કારીઓમાં એક આરોપી Senior citizen છે જયારે બળાત્કારના આરોપીઓમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે. સગીરા સીમમા એકલી નજરે પડે ત્યારે તેને ધમકાવી બળાત્કાર ગુજારતા હતા.
Bharuch : અંકલેશ્વરમાં માનસિક અસ્વસ્થ સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર 5 ની ધરપકડ કરાઈ છે. ઘટનામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે બળાત્કારીઓમાં એક આરોપી Senior citizen છે જયારે બળાત્કારના આરોપીઓમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે. સગીરા સીમમા એકલી નજરે પડે ત્યારે તેને ધમકાવી બળાત્કાર ગુજારતા હતા. 10 મહિનામાં અનેકવાર પીડિતાને હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Surat : લબરમૂછિયાને ઠપકો આપ્યો તો વેપારીની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાંખી, મોબાઈલ એસેસરીઝના વેપારીનો હત્યારો ઝડપાયો
પીડિતા ગર્ભવતી બનતા મામલો સામે આવ્યો
પોલીસે ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે જયારે 2 સગીર સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક વડોદરા સંદપિસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધક્ષિક મયુર ચાવડા તરફથી જિલ્લામાં બનતા મહિલા તથા બાળકો પર અત્યાચારના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને હસ્તગત કરવા સુચના અનુસંધાને નાયબ પોલીસ અધક્ષિક ચરિગ દેસાઈએ અંકલેશ્વરમાં માનસિક અસ્વસ્થ સગીરા ઉપર બળાત્કારની ગુનાની માહિતી મળતા ત્વરિત પગલાં ભર્યા હતા.
અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.કલમ 363 ,366,376(2)(J)(L)(N),506(2) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો કાયદો 2012 (પોક્સો) એક્ટ કલમ 4,6,12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતા પર આશરે દશેક મહીનામાં ભોગબનનારની માનસીક અસક્ષમતાનો લાભ લઈ તેની સાથે આરોપીઓએ અલગ-અલગ સમયે ભોગબનનારની મરજી વરૂધ્ધ બળજબરીપુવક ભોગબનનાર સાથે બળાત્કાર કરી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાને છ માસનો ગર્ભ હોવાનું સામે આવતા ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચો : Bharuch Video : સલામતી અને સુરક્ષાના સંકલ્પ સાથે Bharuch Police નવરાત્રી મહોત્સવ યોજશે
ધરપકડ કરાયેલ આરોપીઓની વિગત
- પ્રભુ ચીમન વસાવા ઉ.વ.62
- કશિન ઉફે કલિીયો શંકરભાઈ વસાવા ઉ.વ.22
- સંદીપ ઉફે ગંદો છનાભાઇ વસાવા ઉ.વ.25
- કાયદાના સંઘષમાં આવેલ બે બાળક
સુરતમાં સગીરા પર બળાત્કારની ઘટના
સુરતમાં પણ ઉમરા વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે પણ દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ બાળકીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવાઇ હોવાનું સામે આવ્યું હતું. સાગરા છ મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. 17 વર્ષીય સગીરા સાથે લગ્નના નામે છીરપિંડી કરાઈ હતી. સગીરા પર બળાત્કારગુજારવામાં આવ્યો હતો. બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
