AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં Biker દ્વારા રાહદારીનો Mobile Phone ઝૂંટવી લેવાનો વધુ એક બનાવ બન્યો, જુઓ ઘટનાના CCTV Video

Surat માં Biker દ્વારા રાહદારીનો Mobile Phone ઝૂંટવી લેવાનો વધુ એક બનાવ બન્યો, જુઓ ઘટનાના CCTV Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:01 AM
Share

Surat : સુરતના લીંબાયત(Limbayat) વિસ્તારમાં મોબાઈલ ફોન ઉપર વાત કરતા એક રાહદારીનો બાઈક સવાર(Biker) મોબાઈલ ફોન ઝૂંટવી(Mobile Phone Snatching)ને ફરાર થઇ ગયો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.

Surat : આજના સમયમાં મોબાઈલ ફોન(Mobile Phone) જાણે અભિન્ન અંગ બની ગયું છે. આપણે ક્યાંય જઈએ અથવા કોઈપણ કામ કરીએ મોબાઈલ ફોનની જરૂર પડે છે. સુરતના લીંબાયત(Limbayat) વિસ્તારમાં મોબાઈલ ફોન ઉપર વાત કરતા એક રાહદારીનો બાઈક સવાર(Biker) મોબાઈલ ફોન ઝૂંટવી(Mobile Phone Snatching)ને ફરાર થઇ ગયો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.

તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ફોન સ્નેચિંગના ગુનાઓમાં સક્રિય મોહમંદ કૈફ ઉર્ફે અરબાજ જહાંગીર અહેમદ ખાનને ઝડપી પાડી મોટી સંખ્યામાં ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. આ ઘટના બાદ પોલીસને મોબાઈલ સ્નેચીંગના ગુનાઓ ઉપર નિયંત્રણ આવવાની આશા બંધાઈ હતી. ધૂમ સ્ટાઈલમાં ગુણ આચરતા આ યુવાન પાસેથી પાસેથી 18 મોબાઈલ ફોન(Mobile Phone) તેમજ એક સ્પોર્ટ્સ બાઈક(Sports Bike) કબ્જે કરવામાં આવ્યું હતું.પોલીસ આરોપીને લોકઅપ ભેગો કરી રાહતનો દમ ભરે તે પૂર્વે મોબાઈલ સ્નેચિંગનો વધુ એક ગુનો સામે આવ્યો છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં ફોન સ્નેચિંગની ઘટના સામે આવી છે. એક રાહદારીનો ફોન તફડાવી આરોપી બાઇક ચાલક ફરાર થઇ ગયો હોવાની ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. લીંબાયતના સંગમ સર્કલ વિસ્તારમાં આ ઘટના બની હતી. સુરત પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબ્જે કરી મોબાઈલ સ્નેચરની શોધખોળ શરૂ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">