દેવભૂમિ દ્વારકામાં તંત્ર સફાળુ જાગ્યુ, 16 ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરાયા, જુઓ વીડિયો
બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરાયા હોવાનું સામે આવ્યુ છે. તેમજ લાઈફ જેકેટ સહિતની બાબતોને લઈને કાર્યવાહી થઈ છે. જેટીને નુકસાન થાય તે રીતે બોટ પાર્કિંગ કરતા કાર્યવાહી કરી છે.
દ્વારકામાં 16 ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કર્યો હોવાનું સામે આવ્યુ છે. બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરાયા હોવાનું સામે આવ્યુ છે. તેમજ લાઈફ જેકેટ સહિતની બાબતોને લઈને કાર્યવાહી થઈ છે. જેટીને નુકસાન થાય તે રીતે બોટ પાર્કિંગ કરતા કાર્યવાહી કરી છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત મેટી ટાઈમ બોર્ડે તમામ 16 બોટને નોટિસ ફટકારી છે.
બીજી તરફ આ અગાઉ દ્વારકાના ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર સ્પીડ બોટ ચાલકોને સૂચના આપી હતી. પોલીસે સંચાલકોને લાઈફ જેકેટ વગર બોટ ચલાવવા મનાઈ કરી હતી. તેમજ પોલીસે સ્પીડ બોટ ચાલકોને બોલાવી સૂચનાઓ આપી હતી.
