હવે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, 25 ડિસેમ્બરથી રાજ્યમાં અચાનક વધશે ઠંડીનું જોર- વીડિયો
રાજ્યવાસીઓ હવે ઠંડીમાં ઠુઠવાવા માટે તૈયાર રહેજો. હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 25 ડિસેમ્બરથી રાજ્યમાં અચાનક ઠંડીનું જોર વધશે, નાતાલના દિવસો દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. સાથે જ કેટલીક જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઠંડની લઈને હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ એક થી બે ડીગ્રી તાપમાન વધશે. ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રમાણે મહિનાના અંતમાં સાચી ઠંડીનો અહેસાસ થશે. હાલના તાપમાનની વાત કરવામાં આવે તો. હાલ ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 નોંધાયું છે તો બીજી તરફ અમદાવાદમાં 17.7 ડીગ્રી નોંધાયું છે અને ગાંધીનગરમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહ્યું હતું.