બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા ! દાતા રેફરલ હોસ્પિટલમાં ભરાયા ઘૂંટણ સમા પાણી,જુઓ VIDEO
Rain : દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે દાતા રેફરલ હોસ્પિટલમાં ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાયા છે,હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.
બનાસકાંઠામાં (Bansakantha) ગઈ કાલથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દાંતા તાલુકામાં (Danta Taluka) ધોધમાર વરસાદ વચ્ચે દાતા રેફરલ હોસ્પિટલમાં ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાયા છે.હોસ્પિટલમાં (Hospital) પાણી ભરાતા દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.મહત્વનું છે કે, દાંતા પંથકમાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ (heavy rain) ખાબકતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.
ભારે વરસાદ બાદ ડીસા-થરાદ હાઈવે પર ભરાયા પાણી
ગુજરાતના (Gujarat) બનાસકાંઠામાં (Banaskantha news) ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુરમાં (Palanpur) નેશનલ હાઈવે જ લોકો માટે મુશ્કેલીનો રસ્તો બની ગયો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા. ભિલડી અને દિયોદરમાં તો જાણે રસ્તા પર જ નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો ધાનેરા, અમીરગઢ, ડીસા અને દાંતીવાડામાં પણ વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા. બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદને કારણે સોની ગામને જોડતા બે રોડ બંધ થયા. તો ડીસા-થરાદ ફોર લાઈન હાઈવે પર પાણી ભરાઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અંબાજીમાં પણ બજારોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
મેઘરાજાએ ઉતર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું
ઉતર અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજાની મહેર જોવા મળી. ગઈ કાલે ભારે વરસાદને પગલે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે મુશ્કેલી સર્જી હતી. જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો. તો મહેસાણા 5.5 ઈંચ, વલસાડના ધરમપુરમાં 4.5ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 4.5ઇંચ, ડીસા અને બહુચરાજીમાં 4 ઈંચ તેમજ બનાસકાંઠાના વડગામ, પોશીના અને કાંકરેજમાં 4 ઈંચ અને મહિસાગરમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.