બનાસકાંઠાઃ મુક્તેશ્વર, સીપુ અને દાંતીવાડા ડેમમાં ચોમાસામાં ટીંપા પાણીની આવક નહીં થતાં ચિંતા, જુઓ વીડિયો

|

Jul 27, 2024 | 11:09 AM

ચોમાસાના દિવસો એક બાદ એક પસાર થઈ રહ્યા છે. પરંતુ ખેડૂતોની આંખો વરસાદને લઈ તરસી જ રહી ગઈ છે. અહીં વરસાદ અપેક્ષા મુજબ નહીં વરસવાને લઈ પરેશાનીઓ વધી ગઈ છે. હાલમાં બનાસકાંઠાના મહત્વના ડેમ ખાલી હોવાને લઈ ચિંતા વર્તાઈ છે.

બનાસકાંઠાની જીવાદોરી સમાન મુક્તેશ્વર, સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણી વિના ખેડૂતોમાં ચિંતા વર્તાઈ છે. ચોમાસાના દિવસો એક બાદ એક પસાર થઈ રહ્યા છે. પરંતુ ખેડૂતોની આંખો વરસાદને લઈ તરસી જ રહી ગઈ છે. અહીં વરસાદ અપેક્ષા મુજબ નહીં વરસવાને લઈ પરેશાનીઓ વધી ગઈ છે. હાલમાં બનાસકાંઠાના મહત્વના ડેમ ખાલી હોવાને લઈ ચિંતા વર્તાઈ છે.

મુક્તેશવર ડેમની વાત કરવામાં આવે તો અહીં શનિવારે સવાર સુધી માત્ર 18.27 ટકા જળજથ્થો નોંધાયો છે. જ્યારે દાંતીવાડા ડેમમાં 20.83 જળજથ્થો છે. આવી જ રીતે સીપુ ડેમની વાત કરવામાં આવે તો, માત્ર 10.15 ટકા જ જળજથ્થો છે. આવી સ્થિતિમાં હવે શિયાળુ અને ઉનાળુ ખેતી માટે ખેડૂતોને ચિંતા સતાવવા લાગી છે.

આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:07 am, Sat, 27 July 24

Next Video