Banaskantha Rain : અનેક વિસ્તારોમાં હજુ જળબંબાકાર, 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાયેલા, NDRF ટીમ દ્વારા રેસ્ક્યૂ, જુઓ Video

Banaskantha Rain : અનેક વિસ્તારોમાં હજુ જળબંબાકાર, 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાયેલા, NDRF ટીમ દ્વારા રેસ્ક્યૂ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 09, 2025 | 11:04 AM

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા ગામો જળમગ્ન થઈ ગયા હતા અને લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા ગામો જળમગ્ન થઈ ગયા હતા અને લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા. આ કુદરતી આફતના કારણે વ્યાપક નુકસાન થયું હતું. જોકે, આજે સવારથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

વરસાદે વિરામ લીધો પણ હાલાકી યથાવત્

વરસાદ બંધ થતાં જ રાજ્ય સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. NDRF અને SDRFની બે-બે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે. તેઓ પાણીમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે. આ ઉપરાંત, ગુજરાત પોલીસ પણ રાહત અને બચાવ કાર્યમાં સક્રિય રીતે ભાગ લઈ રહી છે. પોલીસના જવાનો પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને મદદ પૂરી પાડવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.

વાવ અને ધરાડ તાલુકામાં પોલીસની ખાસ કામગીરી જોવા મળી છે. એક મહિલા PSIએ પોતાની બહાદુરી દર્શાવીને પાણીમાં ફસાયેલા બાળકો અને મહિલાઓનું રેસ્ક્યુ કર્યું છે.

અનેક વિસ્તારોમાં હજુ જળબંબાકાર

હાલમાં, સુઇગામ અને વાવ તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકાળની સ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. સરકાર અસરગ્રસ્ત લોકોને જરૂરી મદદ પૂરી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. આ કુદરતી આપત્તિમાંથી બહાર નીકળવા માટે સમગ્ર તંત્ર પૂર્ણ શક્તિથી કામ કરી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો