Banaskantha: બકરા ચરાવવા ગયેલો સગીર તળાવમાં ડૂબ્યો, સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢ્યો, જુઓ Video
બનાસકાંઠાના તળાવમાં ડૂબી જવાથી સગીરનું મોત થયું હોવાની બનાવ બની છે. દાંતા તાલુકાના ખેરમાળ ગામની ઘટના જેમાં પગ લપસતા તળાવમાં ડૂબ્યો. બનાવની જાણ થતા સ્થાનિકોએ સગીરના મૃતદેહને બહાર કાઢ્યો.
બનાસકાંઠાના દાંતા તાલુકાના ખેરમાળ ગામે તળાવમાં ડૂબવાથી સગીરનું મોત થયાની ઘટના સામે આવી છે. બકરા ચરાવવા ગયેલા સગીરનો પગ લપસતા તે તળાવમાં ડૂબ્યો (drowned in lake) હતો. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ ખાતે એકઠા થઈ ગયા હતા. ભારે જહેમતના અંતે ગ્રામજનોએ સગીરના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચો : આ એપ્લીકેશન ચીનને મોકલી રહી છે તમારો અંગત ડેટા, જાણો તમારા ફોનમાં તો નથીને !
અચાનક જ સગીરના મોતના સમાચારથી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પગ લપસતા તળાવમાં ડૂબ્યો હોવાની વાત સામે આવી હતી. જોકે પોલીસ દ્વારા આ અંગે ચોક્કસ માહિતી મેળવવા કામગરી કરાશે. દાંતા તાલુકાના ખેરમાળ ગામની ઘટનાને લઈ સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થયો છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
