Breaking News : બનાસકાંઠાના જગાણાની શાળાની 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા, જુઓ Video
બનાસકાંઠાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શાળાની 35 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઇઝનિંગનો ભોગ બની છે. સાંજના ભોજન બાદ વિદ્યાર્થિનીઓ ઝાડા-ઉલટી થતાં તમામ વિદ્યાર્થિનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બનાસકાંઠાના જગાણામાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ ફરી સમાચારમાં આવી છે. માહિતી મળી છે કે સાંજના ભોજન બાદ આ શાળાની એક કે બે નહીં પરંતુ 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ થઇ ગયુ. જેના કારણે તાત્કાલિક અસરથી આ વિદ્યાર્થિનીઓેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સાંજના ભોજન બાદ તબીયત લથડી
બનાસકાંઠાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શાળાની 35 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઇઝનિંગનો ભોગ બની છે. સાંજના ભોજન બાદ વિદ્યાર્થિનીઓ ઝાડા-ઉલટી થતાં તમામ વિદ્યાર્થિનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શરૂઆતમાં 10 વિદ્યાર્થીનીઓને ઉલટી અને ઝાડાની અસર જોવા મળી, પરંતુ થોડા જ સમયમાં વધુ બાળકોને અસર થતાં આ સંખ્યા વધીને 35 સુધી પહોંચી. હાલ વિદ્યાર્થિઓની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ શાળાની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે એકલવ્ય મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલનું કહેવું છે કે ભોજનના કારણે ફૂડ પોઇઝનિંગ થયું નથી. જો ભોજનના કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોત તો અન્ય વિદ્યાર્થીઓને તેની અસર થઈ હોત. મહત્વની વાત એ છે કે બાળકોને સાંજે પાંચ વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યારે વહીવટી અધિકારીઓ રાત્રે આઠ વાગ્યે પહોંચ્યા. ઘટના ગંભીર હોવા છતાં તંત્રની મોડેથી હાજરી અને શાળાની ભોજન વ્યવસ્થાની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. શું શાળામાં બાળકોને ભોજન આપતા પહેલા ગુણવત્તા અને સુરક્ષા ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે હવે ફૂડ વિભાગ દ્વારા શાળામાંથી ભોજનના સેમ્પલ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. હવે રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે.
હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે. ફૂડ વિભાગે ભોજનના નમૂનાઓ લઈ તપાસ હાથ ધરી છે. કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.એકલવ્ય અને આશ્રમ શાળાઓમાં આ પહેલી ઘટના નથી. વારંવાર બાળકો ભોજનની બેદરકારીનો ભોગ બને છે.જેને લઈ જવાબદાર અધિકારીઓ અને શાળા સંચાલકો સામે કડક પગલાં લેવાની માગ ઉઠી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો